Airtel મફતમાં આપી રહ્યું છે Netflix સબસ્ક્રિપ્શન, આ રહ્યા નિયમો
એરટેલે હવે Netflix સાથે પાર્ટનરશીપ કરી લીધી છે
નવી દિલ્હી : ટેલિકોમ કંપની Airtel પોતાના પોસ્ટપેઇડ યુઝર માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. એરટેલે હવે Netflix સાથે પાર્ટનરશીપ કરી લીધી છે. આ પાર્ટનરશીપનો સીધો ફાયદો Airtel PostPaid અને વી-ફાઇબર હોમ બ્રોડબેન્ડ યુઝરને થશે. પોસ્ટપેઇડ અને V-Fiber બ્રોડબેન્ડને પસંદગીના યુઝરને ત્રણ મહિના માટે Netflixનું કન્ટેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. એરટેલ ટીવી અને માય એરટેલ એપ મારફત યુઝર નેટફ્લિક્સને એક્સેસ કરી શકશે. કંપનીએ કહ્યું છે કે ક્યો યુઝર આ ઓફર માટે યોગ્ય છે એની જાણકારી આવતા અઠવાડિયે આપવામાં આવશે.
જો તમે આ પ્લાનનો હિસ્સો ન બની શકો તો પણ તમે તમારા પ્લાનને આ પ્રસ્તાવિત પ્લાન સાથે અપગ્રેડ કરી શકો છો. એરટેલ યુઝર ઇચ્છે તો તે Netflix પર સાઇન-અપ કરીને માસિક સબસ્ક્રિપ્શનની ચૂકવણી એરટેલ બિલ મારફતે કરી શકે છે. ત્રણ મહિનાના ફ્રી સબસ્ક્રિપ્શન પછી એરટેલ યુઝરને Netflix જોતા રહેવા માટે ચૂકવણી કરવી પડશે.
ભારતી એરટેલના સીઇઓ અને એમડી ગોપાલ વિઠ્ઠલે માહિતી આપી છે કે આ પાર્ટનરશીપ કંપનીની મુખ્ય રણનીતિનો એક હિસ્સો છે. હાઇ સ્પીડ ડેટા અને વધતા સ્માર્ટ ડિવાઇસ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બંને સ્તર પર નવા અવસર ઉભા કરે છે. નોંધનીય છે કે આ પ્લાન એરટેલના પ્રીપેઇડ યુઝર માટે નથી.