નવી દિલ્હી: ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એરટેલ (Airtel), જિયો (Jio) અને બીએસએનએલ (BSNL) ઘણા બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરે છે. આ કંપનીઓના કેટલાક પ્લાન્સ 399 રૂપિયાથી શરૂ થયા છે. તે જ સમયે, પ્લાનની કિંમતમાં વધારા સાથે, તેની સાથે મળતા ફાયદા પણ વધી જાય છે. 1000 રૂપિયાની અંદર આવતા એરટેલ, જિયો, બીએસએનએલ, Excitel ના ખાસ પ્લાન્સ વિશે જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airtel XStream
Airtel XStream ના આ બ્રોડબેન્ડ પ્લાન અનિલિમિટેડ ઇન્ટરનેટ અને કોલ ઓફર કરે છે. તેમાં 200 Mbps હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં સ્ટ્રીમિંગ એપ Zee5, Amazon Prime, Disney+ Hotstar અને Airtel XStream નું સબ્સક્રિપ્શન પણ મળે છે. તેમાં વિંક મ્યૂઝિકનું એક્સેસ પણ તમને મળશે.


આ પણ વાંચો:- BSNL નો 108 રૂપિયાવાળો ખાસ પ્રીપેડ પ્લાન, Unlimited Calling સાથે 60 દિવસ સુધી મળશે 1 GB Data


JioFiber
જિયો ફાયબરના 999 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ કોલની સાથે 14 ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળશે, જેમાં Amazon Prime, Disney+ Hotstar, Sony LIV, Zee5, Alt Balaji જેવી એપ્સ સામેલ છે.


Excitel
Excitel ના 999 રૂપિયા વાળા બ્રોડબેન્ડ પ્લાનમાં એક મહિના માટે 300 Mbps ની સ્પીડ મળશે. જો યૂઝર્સ આ પ્લાનને ત્રણ મહિના માટે કરાવે છે, તો તેને સ્ટ્રીમિંગ સર્વિસ ફ્રીમાં મળશે. Excitel નો ત્રણ મહિનાનો પ્લાન્સ પણ છે.


આ પણ વાંચો:- MG કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, લુક્સ જોઈને ખરીદવાનું થશે મન


BSNL Premium Fibre 
બીએસએનએલમાં 3300 જીબી અથવા 3.3 ટીબી સુધી 200 એમબીપીએસ સ્પીડ ઓફર કરવામાં આવે છે. ડાટા લિમિટ સમાપ્ત થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ 2 એમબીપીએસ થઈ જાય છે. આ પ્લાનમાં Disney+ Hotstar ની પ્રીમિયમ મેમ્બરશીપ ફ્રીમાં મળે છે. આ પ્રમોશનલ પ્લાન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube