Bharti Airtel એ ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જે કંપનીએ ચુપચાપ પોતાના પ્રીપેડ પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે. આ પ્લાન 289 રૂપિયા (Airtel Rs 289 Prepaid Plan)નો છે અને યૂઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા આપે છે. આ ભારતીય એરટેલનો પ્રથમ પ્લાન છે, જેની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાન ભારતીય એરટેલની વેબસાઇટ અને એપ પર જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airtel Rs 289 Plan Details
ભારતીય એરટેલનો 289 રૂપિયાનો પ્લાન એક નવો પ્રીપેડ પ્લાન છે, જે 35 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન યૂઝર્સને 4GB ડેટા, 300 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપે છે. આ સાથે એરટેલ થેંક્સના વધારાના લાભ પણ સામેલ છે, જેમ કે એપોલો 24x7 સર્કલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝિક ફ્રી. આ પ્લાનનો ઉપયોગ કરવા માટે દરરોજ 8.25 રૂપિયાનો ખર્ચ આવે છે. 


આ પણ વાંચોઃ ChatGPT નો ઉપયોગ કરનાર લોકો માટે ખરાબ સમાચાર, હજારો ભારતીયોનો ડેટા થયો ચોરી


જો તમે તેનાથી સસ્તો પ્લાન જોવા ઈચ્છો છો, જેમાં ઓછા દિવસની વેલિડિટી મળે છે તો 199 રૂપિયાવાળો પ્લાન જોઈ શકો છો. આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. આ 289 રૂપિયાનો પ્લાન એરટેલ થેંક્સ સમાન લાભ પ્રદાન કરે છે, જ્યાં યૂઝર્સને 3જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા મળે છે. તેમ છતાં 199 રૂપિયાના પ્લાનનો દરરોજનો ખર્ચ 6.63 રૂપિયા છે, જે ખરેખર 289 રૂપિયાના પ્લાનથી પણ સસ્તો છે. 


પરંતુ 199 રૂપિયાના પ્લાનમાં તમને 5જીની સુવિધા મળશે નહીં. ભારતી એરટેલ દેશભરમાં 5જીને ઝડપથી લોન્ચ કરી રહ્યું છે અને ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટાનો આનંદ લેવાની સુવિધા પ્રદાન કરે છે. જો તમે 239 રૂપિયા કે તેનાથી વધુનું પ્રીપેડ રિચાર્જ કરાવો છો તો, તમે એરટેલમાં અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube