ChatGPT નો ઉપયોગ કરનાર લોકો માટે ખરાબ સમાચાર, હજારો ભારતીયોનો ડેટા થયો ચોરી, જાણો વિગત
Cyber Security: સિંગાપુરના સાઈબર સિક્યોરિટી ગ્રુપ 'Group IB'ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે હેકર્સે 1 લાખથી વધુ ChatGPT એકાઉન્ટ્સનો ડેટા ચોરી કરી ચુક્યા છે. આ ડેટાને હેકર્સ ડાર્ક વેબ પર વેચી રહ્યાં છે. ચોરી થયેલા સૌથી વધુ એકાઉન્ટ્સ ભારતના છે.
Trending Photos
નવી દિલ્હીઃ પોતાના લોન્ચ બાદ ChatGPT છવાયેલું છે અને દુનિયામાં લોકો તેનો અલગ-અલગ પ્રકારે ઉપયોગ કરી રહ્યાં છે. તેમાં એકાઉન્ટ બનાવી આ ચેટબોટનો ઉપયોગ પોતાના કામમાં પણ કરી રહ્યાં છે. પરંતુ કોઈ તકનીક ચર્ચામાં આવે એટલે હેકર્સ ટાર્ગેટ કરવા લાગે છે. ChatGPT પણ તેમાંથી બાકાત રહ્યું નથી.
સાઇહર સિક્યોરિટી કંપની ગ્રુપ IBના એક રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં એક લાખથી વધુ ChatGPT એકાઉન્ટ હેક કરવામાં આવી ચુક્યા છે. રિપોર્ટ પ્રમાણે જાણકારી ચોરનારે એશિયા પેસિફિક ક્ષેત્રના લોકોને સૌથી વધુ શિકાર બનાવ્યા છે. આ ડેટા જૂન 2022થી મે 2023 વચ્ચેનો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હેક થયેલા એકાઉન્ટ્સમાં 40.5 ટકા એકાઉન્ટ એશિયા પેસિફિક ક્ષેત્રના છે. તો મિડલ ઈસ્ટ-આફ્રિકા બીજા નંબર પર અને યુરોપ ત્રીજા નંબર પર છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સૌથી વધુ 12,632 એકાઉન્ટ્સ હેક થયા છે, બીજા નંબર પર 9217 હેક્ડ એકાઉન્ટ્સની સાથે પાકિસ્તાન છે, તો ત્રીજા નંબર પર બ્રાઝીલ છે, જ્યાંના 6531 એકાઉન્ટ્સ હેક થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેલવેયરના લોગ્સમાં કોમ્પ્રોમાઈઝ્ડ એકાઉન્ટ્સની ડિટેલ્સ મળી છે. આ ડિટેલ્સને હાર્ડ વેબમાં વેચવામાં આવ્યા હતા. મેમાં કોમ્પ્રોમાઇઝ થયેલ ચેટજીપીટી એકાઉન્ટ્સની સંખ્યા 26802 પહોંચી ગઈ છે અને ડાર્ક વેબ પર વેચવામાં આવી રહેલા મોટા ભાગના ક્રેડેન્શિયલ્સ એશિયા પેસિફિક ક્ષેત્રના છે.
ChatGPT ડેટા કોમ્પ્રોમાઇઝ થવા ચિંતાની વાત કેમ છે?
છેલ્લાં કેટલાક મહિનામાં મોટી સંખ્યામાં લોકો ChaGPT નો ઉપયોગ કરવા લાગ્યા છે. ઘણા પ્રોફેશનલ્સ પોતાના કામ માટે આ ચેટબોટનો ઉપયોગ કરી રહ્યાં છે, જેથી તેની પ્રોડક્ટિવિટી વધારી શકે. બિઝનેસ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ્ માટે ઘણી સંસ્થા આ ચેટબોટનો ઉપયોગ કરી રહી છે. ચેટબોટમાં તમે જે સવાલ પૂછો છો તેનો જવાબ મળે છે, તે બધુ સ્ટોર રહે છે. એકાઉન્ટ હેક થવા પર કોઈ કંપની કે પ્રોફેશનલ સેન્સેટિવ ડેટા ખોટા હાથમાં જવા અને આ ડેટાનો ખોટો ઉપયોગ કરવાનો ખતરો છે. તેનો ઉપયોગ કરી કંપની અને તેના કર્મચારીઓને ટાર્ગેટ કરી શકાય છે.
તે પણ શક્ય છે કે જે લોકોનું ChatGPT એકાઉન્ટ ચોરાઈ ગયું છે તેઓએ અનધિકૃત લિંક પર ક્લિક કર્યું છે. આવી લિંક પર ક્લિક કરવાથી ફોન કે લેપટોપમાં માલવેર સંક્રમિત એપ્સ ઇન્સ્ટોલ થવાનું જોખમ વધી જાય છે. જો તમે તમારા ડિજિટલ અનુભવને સુરક્ષિત રાખવા માંગો છો, તો તે મહત્વપૂર્ણ છે કે તમે આવી લિંક્સને ટાળો અને એવી એપ્સ ડાઉનલોડ કરશો નહીં, જેના વિશે તમને યોગ્ય રીતે ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે