નવી દિલ્હીઃ Airtel એ રવિવારે નવા એરટેલ એક્સટ્રીમ બંડલ પ્લાન્સની જાહેરાત કરી દીધી છે.  Airtel Xstream Bundle ના નવા પ્લાન 499 રૂપિયાથી શરૂ થાય છે. રિલાયન્સ જીયો દ્વારા હાલમાં પોતાની બ્રોડબેન્ડ નીતિમાં ફેરફાર બાદ એરટેલે નવા પ્લાન લોન્ચ કર્યા છે.  Jio Fiber પ્લાનની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલ 499 રૂપિયા વાળા બંડલ પેકમાં 40Mbps ઈન્ટરનેટ સ્પીડ, 799 રૂપિયા વાળા પ્લાનમાં 100Mbps  સ્પીડ, 999 રૂપિયા વાળા પ્લાનમાં  200Mbps સ્પીડ, 1499 રૂપિયા વાળા પ્લાનમાં  300Mbps સ્પીડ અને 3999 રૂપિયા વાળા પ્લાનમાં 1Gbps સ્પીડની ઓફર આપી રહ્યું છે. આ બધા પ્લાનમાં અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ કોલ અને એરટેલ એક્સટ્રીમ 4કે ટીવી બોક્સ ઓફર કરી રહ્યું છે. 


એરટેલ એક્સટ્રીમ બંડલ બેઠળ આવનાર એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર પ્લાનમાં 1 Gbps સુધી સ્પીડ, અનલિમિટેડ ડેટા, એરટેલ એક્સટ્રીમ એન્ડ્રોઇડ 4K TV Box  અને બધા OTT કોન્ટેન્ટનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. એરટેલે પ્રેસ રિલીઝ મોકલીને નવા પ્લાન લોન્ચ કરવાની જાણકારી આપી છે. 


એરટેલે કહ્યું કે, બધા એક્સટ્રીમ ફાઇબર પ્લાનની સાથે એરટેલ એક્સ્ટ્રીમ બોક્સ આપવામાં આવી રહ્યું છે, જેની કિંમત 3999 રૂપિયા છે. આ બોક્સની સાથે કોઈપણ ટીવીને સ્માર્ટ ટીવીમાં ફેરવી શકાય છે. આ સાથે બધી લાઇવ ચેનલ અને ઘણા વીડિયો સ્ટ્રીમિંગ એપ્સનું એક્સેસ મળશે. 


સેમસંગ M51થી પોકો M2 સુધી, આ સપ્તાહે આવી રહ્યાં છે દમદાર સ્માર્ટફોન


બધા એક્સટ્રીમ બ્રોડબેન્ડ બંડલ પ્લાનની સાથે 4કે ટીવી બોક્સ઼
એરટેલ એક્સટ્રીમ એન્ડ્રોયડ 4K TV Box में 550 ટીવી ચેનલ અને એરટેલ એક્સટ્રીમ એપનું OTT કોન્ટેન્ટ ઓફર કરવામાં આવે છે. તેમાં 10 હજારથી વધુ ફિલ્મ અને શો સામેલ છે. કુલ 7 OTT એપ અને 5 સ્ટૂડિયોની મજા એક પ્લેટફોર્મ પર માણી શકાય છે. 


એરટેલ એક્સટ્રીમ બંડલની સાથે ડિઝની+હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વીડિયો, ZEE5 જેવી વીડિયો સ્ટ્રીમિંગ એપનું એક્સેસ ફ્રી મળે છે. એરટેલ એક્સટ્રીમ બોક્સ દ્વારા આ એપનો ઉપયોગ કરી શકાશે. એરટેલ એક્સટ્રીમ બંડલ 7, સપ્ટેમ્બર સોમવારથી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. 


મહત્વનું છે કે સોમવારે જ જીયોએ 399 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે પોતાના ટેરિફ પ્લાનની જાહેરાત કરી હતી. તે સિવાય જીયો ફ્રી રિટર્ન ઓપ્શનની સાથે 399 રૂપિયાની કિંમત પર એક મહિનાની ફ્રી ટ્રાયલ ઓફર કરવામાં આવી રહી છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube