નવી દિલ્હીઃ ઓટીટી એપ્સનું કન્ટેન્ટ યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યું છે. સ્માર્ટફોનમાં આ એપ્સની મજા લેવા માટે યૂઝર્સને વધુ ડેટાવાળા પ્લાન્સની જરૂર પડે છે. તેથી અમે આજે તમને એરટેલના કેટલાક દમદાર પ્લાન વિશે માહિતી આપીશું. આ પ્લાન દરરોજ 3જીબી સુધી ડેટા આપે છે. સાથે કંપની તેમાં એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે. આવો જાણીએ વિગત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલનો 599 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. ઇન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા મળશે. દરરોજ 100 એસએમએસ ફ્રી આપતા આ પ્લાનમાં દેશભરમાં તમામ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ મળશે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં 30 દિવસ એમેઝોન પ્રાઇમ વીડિયોની ફ્રી ટ્રાયલની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઇલ સબ્સક્રિપ્શન પણ સામેલ છે.


આ પણ વાંચોઃ BSNL ની ધમાકેદાર Offer! માત્ર આટલા રૂપિયામાં મેળવો  દરરોજ અનલિમિટેડ ડેટા


એરટેલનો 838 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2 જીબી ડેટા ઓફર કરી રહી છે. દરરોજ 100 ફ્રી એસએમએસ સાથે આવતા પ્લાનમાં તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ મળી રહ્યો છે. એરટેલનો આ પ્લાન ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલ અને 30 દિવસના એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલની સાથે આવે છે. 


એરટેલનો 3359 રૂપિયાનો પ્લાન
કંપની આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા ઓફર કરી રહી છે. 365 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનના સ્બસ્ક્રાઇબર્સને 30 દિવસ માટે એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલની સાથે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube