નવી દિલ્હીઃ ભારતીય એરટેલે પોતાના બધા પ્રીપેડ વાઉચર્સ માટે ઓફર થનારા 'Post Pack Benefits' ની જાણકારી આપી છે. પોસ્ટ પેક બેનિફિટ્સ તે બધા એરટેલ ગ્રાહકો માટે છે જે એક વેલિક પ્રીપેડ પ્લાનનો ઉપયોગ કરી રહ્યાં છે. આ તે બેનિફિટ્સ છે જેને કંપની ડેઇલી કે પછી મહિને મળનાર ડેટા, વોઇસ અને એસએમએસ બેનનિફિટ્સ પૂરા થયા બાદ ઓફર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદાહરણ માટે એરટેલના 599 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં દરરોજ ડેટા બેનિફિટ્સ મળે છે. એટલે કે પોસ્ટ પેક બેનિફિટ ત્યારે ઇફેક્ટમાં આવશે જ્યારે યૂઝર્સનો ડેઇલી ડેટા બેનિફિટ સમાપ્ત થઈ જશે. આ સિવાય એરટેલે અનલિમિટેડ કોલિંગ ઓફર, ડેઇલી એસએમએસ કોટા સહિત બીજા ફાયદા પણ ઓફર કર્યા છે. જાણો તેના વિશે..


ભારતીય એરટેલના અનલિમિટેડ કોમ્બો પ્લાનની વાત કરીએ તો કંપની 19 રૂપિયા, 129 રૂપિયા, 149 રૂપિયા, 179 રૂપિયા, 197, રૂ. 199, રૂ 219, 249 રૂપિયા, 279, રૂ 289, 297, 298, રૂપિયા 349, રૂ, 379, 399, 399, 399, 448 , 449 રૂપિયા, 497 રૂપિયા, 499 રૂપિયા, 558 રૂપિયા, 598 રૂપિયા, 599, 647 રૂપિયા, 698, રૂ, 1,498, 2498 રૂપિયા અને 2698 રૂપિયા ઓફર કરે છે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. આ બધા પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ દરમિયાન કોઈ ફી લાગશે નહીં. પરંતુ 1860xx અને 5xxxx થી શરૂ થનારા સ્પેશિયલ નંબરથી કોલ કરવા પર ટેરિફ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. 


₹47,900 મા ખરીદી શકો છો iPhone 12 Mini, આ રીતે મળશે મોટુ ડિસ્કાઉન્ટ


ડેટા બેનિફિટની વાત કરીએ તો 199 રૂપિયા, 219 રૂપિયા, 249 રૂપિયા, 279 રૂપિયા, 289 રૂપિયા, 297, 298 રૂપિયા, 349 રૂપિયા, 399 રૂપિયા, 448, રૂપિયા 449, 497, રૂ 499, રૂ, 558, 598, 599, રૂ 647 , 2,498 અને 2,698 રૂપિયા વાળા રિચાર્જ પેક ડેઇલી ડેટા બેનિફિટ્સની સાથે આવે છે. દરેક પ્લાનમાં મળનાર દરરોજનો ડેટા અલગ-અલગ છે. ડેઇલી ડેટા પૂરો થયા બાદ યૂઝર્સને  64Kbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળે છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ સ્પીડની સાથે યૂઝર્સ સરળતાથી વોટ્સએપ મેસેજ મોકલી અને રિસીવ કરી શકે છે. 


તો 19 રૂપિયા, 48 રૂપિયા, 49 રૂપિયા, 79 રૂપિયા, 98 રૂપિયા, 129 રૂપિયા, 149, રૂ .179, 197, 251, રૂ. 379, 401 અને રૂ. 1,498 રૂપિયા વાળા પ્લાનમાં મળનાર ડેટા પૂરો થયા બાદ 50 પૈસા પ્રતિ એમબી કે વાઉચર ટેરિફ પ્લાન પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે. 


એસએમએસ બેનિફિટ્સની વાત કરીએ તો ફિક્સ્ડ કોટા પૂરો થયા બાદ 1 રૂપિયા/1.5 રૂપિયા પ્રતિ એસએમએસ હિસાબે ચાર્જ આપવાનો હોય છે. ઉપર જણાવવાાં આવેલા બધા પેકમાં 100 એસએમએસ પ્રતિ દિન ફ્રી મળે છે. 


આ સિવાય એરટેલનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર માટે રોમિંગ બેનિફિટ્સ ઉપલબ્ધ નથી. ટેલિકોમ કંપનીનું કહેવું છે કે ગ્રાહકોને પ્રીપેડ પ્લાનમાં મળનાર બધા અનલિમિટેડ બેનિફિટ્સ પર્સનલ અને નોન-કોમર્શિયલ ઉપયોગ માટે છે. 


197 રૂપિયા, 297 રૂપિયા, 497 રૂપિયા અને 647 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન 'First Time Recharge' તરીકે ન મા્ર નવા એરટેલ પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube