₹47,900 મા ખરીદી શકો છો iPhone 12 Mini, આ રીતે મળશે મોટુ ડિસ્કાઉન્ટ
એપલ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર કંપની બાયર્સને ટ્રેડ-ઇન ઓપ્શન આપી રહી છે. iPhone 12 Miniની લિસ્ટેડ પ્રાઇઝ સાઇટ પર 69900 રૂપિયા છે, અથવા તેને 8227 રૂપિયા પ્રતિ મહિને ઈએમઆઈ પર ખરીદી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ એપલ તરફથી iPhone 12 સિરીઝમાં ચાર ડિવાઇસ iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max અને iPhone 12 Mini લોન્ચ કરવામાં આવ્યા છે. iPhone 12 અને iPhone 12 Proનો સેલ પાછલા મહિને શરૂ થયો હતો. તો iPhone 12 Mini અને iPhone 12 Mini Pro Max હવે ખરીદી શકાય છે. સૌથી નાના અને સસ્તા iPhone 12 Miniને તમે ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો.
નવી ડિવાઇઝ એમેઝોન ઈન્ડિયાની વેબસાઇટ અને એપલ ઈન્ડિયાના સત્તાવાર સ્ટોર પરથી ખરીદી શકાશે. એપલ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર કંપની બાયર્સને ટ્રેડ-ઇન ઓપ્શન આપી રહી છે. iPhone 12 Miniની લિસ્ટેડ પ્રાઇઝ સાઇટ પર 69900 રૂપિયા છે, અથવા તેને 8227 રૂપિયા પ્રતિ મહિને ઈએમઆઈ પર ખરીદી શકાય છે. ટ્રેડ-ઇન ઓપ્શનની સાથે iPhone 12 Mini ને તમે 47900 રૂપિયા કે 5637 રૂપિયાના માસિક ઈએમઆઈ આપીને ખરીદી શકો છો.
આ રીતે મળશે ટ્રેડ-ઇનનો ફાયદો
સારી વાત છે કે ટ્રેડ-ઇન ઓપ્શનમાં તમે ન માત્ર જૂનો આઈફોન પરંતુ જૂના એન્ડ્રોઇડ ફોનને પણ એક્સચેન્જ કરી શકો છો. ટ્રેડ-ઇન ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમને જૂની ડિવાઇસનો સીરિયલ નંબર કે IMEI નંબર એન્ટર કરવો પડશે અને તેની વેલ્યૂ ખબર પડી જશે. ડિવાઇસની ડીટેલ્સ અને કંડીશન સાથે જોડાયેલી માહિતી શેર કર્યા બાદ તમારા એડ્રેસ પર એપલ એક્ઝિક્યુટિવ આવશે અને ડીટેલ્સ વેરિફાઇ કરવા માટે જૂનો ફોન પર ડાઇગ્નોસ્ટિક ટેસ્ટ રન કરશે. ડો ડીટેલ્સ સાચી હશે તો ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર iPhone 12 Mini વિકલ્પ તમને મળી જશે.
કાર ખરીદવાના હોય તો આ અપડેટ પણ જોજો, ભારતમાં નવી CAR કંપની આવી રહી છે
બધા iPhones પર ટ્રેડ-ઇન ઓપ્શન
તમારી જૂની ડિવાઇસની વેલ્યૂ આઇફોનના પ્રાઇઝ સાથે માઇનસ થઈ જશે અને બાકી પેમેન્ટ તમારે કરવુ પડશે. એપલની વેબસાઇટ પર તમે જઈને જૂના iPhone મોડલ્સ અને સિલેક્ટેડ એન્ડ્રોઇડ ડિવાઇસની ટ્રેડ-ઇન વેલ્યૂ જોઈ શકો છો. આ સિવાય તમારી હાલની ડિવાઇસની વેલ્યૂ તમામ ડીટેલ્ટ એન્ટર કર્યા બાદ મળી જશે. એપલના બધા iPhone પર ટ્રેડ-ઇનનો વિકલ્પ બાયર્સને મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે