Airtel યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, કંપનીએ બંધ કર્યો સૌને મનગમતો પ્લાન
ભારતી એરટેલ તરફથી જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન એરટેલ યુઝર્સ (Airtel users) ને ભારે નિરાશ કરી દે તેવા છે. રિલાયન્સ જિયોની જેમ એરટેલે પોતાના યુઝર્સને એરટેલ એપ (Airtel App) નું સબ્સક્રીપ્શન મફત આપ્યું હતું. એરટેલ કંપની (Airtel) દ્વારા ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સનું 3 મહિનાનું સબ્સ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ કંપનીએ આ ઓફરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આવુ ખાસ પ્લાનિંગની સાથે કર્યું છે. જે પ્લાનની સાથે આ ફેસેલિટીને બંધ કરવામાં આવી છે, તેમાં એરટેલ Xstream ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન (Broadband plan) સામેલ છે.
નવી દિલ્હી :ભારતી એરટેલ તરફથી જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન એરટેલ યુઝર્સ (Airtel users) ને ભારે નિરાશ કરી દે તેવા છે. રિલાયન્સ જિયોની જેમ એરટેલે પોતાના યુઝર્સને એરટેલ એપ (Airtel App) નું સબ્સક્રીપ્શન મફત આપ્યું હતું. એરટેલ કંપની (Airtel) દ્વારા ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સનું 3 મહિનાનું સબ્સ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ કંપનીએ આ ઓફરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આવુ ખાસ પ્લાનિંગની સાથે કર્યું છે. જે પ્લાનની સાથે આ ફેસેલિટીને બંધ કરવામાં આવી છે, તેમાં એરટેલ Xstream ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન (Broadband plan) સામેલ છે.
આખરે કેરળ જ કેમ સૌથી પહેલા Corona Virusના ઝપેટમાં આવ્યું, કારણ છે અતિ અતિ અતિ... ગંભીર
ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલ પોતાના ગ્રાહકોને પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે 3 મહિના માટે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમનું સબ્સક્રીપ્શન આપી રહી હતી. આવામાં હવે કંપની દ્વારા આ પ્લાન બંધ કરવામા આવી રહ્યો છે. આ વિશે કંપનીએ પોતાની વેબસાઈટ પર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જે યુઝર્સની પાસે વેલિડિટી છે, તેઓ આ સુવિધાને વેલિડિટી પૂરી થવા સુધી તેનો ફાયદો ઉઠાવી શકે છે.
બેડોળ કાયામાંથી નાજુક નમણી નાર કેવી રીતે બની ભૂમિ પેંડનેકર...આખરે રહસ્ય જણાવી જ દીધું
તમને જણાવી દઈએ કે, એરટેલ પોતાના ગ્રાહકોને અન્ય સુવિધાઓ પણ આપી રહ્યું છે. એરટેલના મોટાભાગના પ્લાન્સની સાથે એમેઝોન પ્રાઈમ, Xstream અને Zee5 જેવા એપની સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમે 499 રૂપિયાનો પ્લાન રિચાર્જ કરાવો છો, તમને તેમાં 75 જીબી ઈન્ટરનેટ ડેટાની સાથે મફત ફોન કોલની સુવિધા પણ મળી રહેશે. સાથે જ તમને આ એપની એક વર્ષની મેમ્બરશિ પણ મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ટેકનોલોજીના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક...