આખરે કેરળ જ કેમ સૌથી પહેલા Corona Virusના ઝપેટમાં આવ્યું, કારણ છે અતિ અતિ અતિ... ગંભીર

કેરળ જ એકમાત્ર એવુ રાજ્ય છે, જ્યાં કોરોના વાયરસ (Corona Virus) ના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. ડોક્ટરોનું કહેવુ છે કે, માત્ર એક રાજ્ય વાયરસની અસર સામે આવી છે. ત્રણ પોઝિટીવ કેસના મામલામાં કેરળની ખાણીપીણી પર સીધો ઈશારો થઈ રહ્યો છે. હકીકતમાં, કેરળ (kerala) માં રહેનારા મોટાભાગના રહેવાસી નોનવેજ (non-vegetarian) ખાય છે. હવે આ વાયરસના તાર ખાણીપીણી સાથે જોડવામાં આવ્યા છે. 
આખરે કેરળ જ કેમ સૌથી પહેલા Corona Virusના ઝપેટમાં આવ્યું, કારણ છે અતિ અતિ અતિ... ગંભીર

નવી દિલ્હી :કેરળ જ એકમાત્ર એવુ રાજ્ય છે, જ્યાં કોરોના વાયરસ (Corona Virus) ના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. ડોક્ટરોનું કહેવુ છે કે, માત્ર એક રાજ્ય વાયરસની અસર સામે આવી છે. ત્રણ પોઝિટીવ કેસના મામલામાં કેરળની ખાણીપીણી પર સીધો ઈશારો થઈ રહ્યો છે. હકીકતમાં, કેરળ (kerala) માં રહેનારા મોટાભાગના રહેવાસી નોનવેજ (non-vegetarian) ખાય છે. હવે આ વાયરસના તાર ખાણીપીણી સાથે જોડવામાં આવ્યા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કેરળમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટીવ કેસની પુષ્ટિ કરી છે. આ ત્રણેય વ્યક્તિ કેરળના રહેવાસી છે, અને ચીનથી પરત ફર્યાં છે. હવે વૈજ્ઞાનિક અને તબીબો કોરોના વાયરસને ચીનના નોનવેજ ખાણીપીણી સાથે જોડી રહ્યાં છે. ડોક્ટરોનું કહેવુ છે કે, ચીનમાં મળનારો ખોરોક વિવિધ પ્રાણીઓનું અને પક્ષીઓનું માંસ હોય છે. દેશમાં રહેનારા કેરળ રાજ્યના મોટાભાગના લોકો નોનવેજ ખાય છે. આવામાં શક્ય છે કે, આ ભારતીયોમાં કોરોના વાયરસની અસર પર ખાણીપીણીની કારણે જ શરીર સુધી પહોંચી છે. જોકે, હજી સુધી તેની કોઈ અધિકારીક પુષ્ટિ થઈ નથી. 

વાયરસને ફેલાવવામાં માંસ માર્કેટનો મોટો રોલ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવુ છે કે, અત્યાર સુધી માનવ શરીરમાં વાયરસના ઘૂસવાનું કારણ સમજી શકાયુ નથી. રિસર્ચ કરનારાઓના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ ભીની જગ્યાઓ પર વધુ ફેલાય છે. આ વાયરસને પેદા થવા માટે મટન, ચિકન, માછલી માર્કેટ સૌથી મહત્વની જગ્યા ગણાય છે. રિસર્ચમાં માલૂમ પડ્યું કે, મટન, ચિકન કે માછલીને કારણે કોરોના વાયરસ જલ્થી ફેલાય છે. આ જગ્યાઓ પર વાયરસ માંસના માધ્યમથી શરીરના સંપર્કમાં આવે છે અને અસર કરે છે. વર્ષ 2003માં સાર્સ વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં જોવા મળ્યો હતો. જેના ફેલાવાનું કારણ પણ માંસ હતું. માંસના માધ્યમથી આ વાયરસ માનવ શરીરમાં દાખલ થાય છે. 

ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

300થી વધુ ભારતીયો નજર હેઠળ
ભારત સરકારે કોરોના વાયરસ સંક્રમણને ફેલાવાથી રોકવા માટે લગભગ 300 મુસાફરોને સેનાની નજર હેઠળ રાખ્યા કેમ્પમાં રાખ્યા છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યું કે, અત્યાર સુધી લગભગ 300 મુસાફરો (7 માલદીવ નાગરિકો સહિત)ને સેના દ્વારા સંચાલિત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોના આગામી 14 દિવસ સુધી કેમ્પની હદમાં જ રખાશે. સરકારનું કહેવુ છે કે, અત્યાર સુધી 445 ફ્લાઈટથી આવેલ 56,658 મુસાફરોનુ ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 142 મુસાફરોમાં વાયરસના લક્ષણ જણાતા તેઓ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news