નવી દિલ્હીઃ Airtel એ પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. હકીકતમાં આ ફેરફાર ખાસ કરીને ક્રિકેટ ફેન્સ માટે કરવામાં આવ્યો છે. જ્યાં અત્યાર સુધી દરેક મેચનું પ્રસારણ Disney+ Hotstar પ્લેટફોર્મ પર થતું હતું. તો હવે કેટલીક મેચનું પ્રસારણ Amazon Prime પર થઈ રહ્યું છે. તેવામાં એરટેલ તરફથી કેટલાક પ્લાનની સાથે ફ્રી Amazon Prime સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airel 2999 Plan
Airtel ના 2999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય દરરોજ 100 ફ્રી SMS ની સુવિધા મળે છે. આ પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં એક વર્ષ માટે Amazon Prime Video નું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં FASTag રિચાર્જ પર 100 રૂપિયા કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. 


Airtel 3359 Plan
Airtel ના 3359 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2.5જીબી ડેટા મળે છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ પ્લાન એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં એક વર્ષ માટે Amazon Prime Video અને Disney+ Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ 365 દિવસની વેલિડિટીવાળા 3 જબરદસ્ત પ્લાન, જાણો કઈ કંપની આપી રહી છે વધુ ફાયદો


Airtel 999 Plan
એરટેલના 999 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં Amazon Prime Video નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન Airtel Xstream મોબાઇલ પેકની સાથે આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube