365 દિવસની વેલિડિટીવાળા 3 જબરદસ્ત પ્લાન, જાણો કઈ કંપની આપી રહી છે વધુ ફાયદો

વોડાફોન-આઈડિયાએ પોતાના યૂઝર્સ માટે 2999 રૂપિયાનો વાર્ષિક 4જી પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. પરંતુ રિલાયન્સ જિયો અને એરટેલ પોતાના યૂઝર્સને પહેલાથી 2999 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યાં છે. 
 

365 દિવસની વેલિડિટીવાળા 3 જબરદસ્ત પ્લાન, જાણો કઈ કંપની આપી રહી છે વધુ ફાયદો

નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયાએ (VI) પોતાના ગ્રાહકો માટે 2999 રૂપિયાનો વાર્ષિક 4જી પ્લાન લોન્ચ કર્યો છે. પરંતુ રિલાયન્સ જિયો (Jio) અને એરટેલ (airtel) પોતાના કસ્ટમર્સ માટે પહેલાથી 2999 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યાં છે. વીઆઈનો આ પ્લાન પહેલાથી ચાલી આવતા રિલાયન્સ જિયો અને એરટેલના અનલિમિડેટ ડેટા પ્લાનથી અલગ છે. તમને જણાવી દઈએ કે અમે આ સરખામણીમાં બીએસએનએલનો 2999 રૂપિયાવાળો પ્લાન સામેલ કર્યો નથી, કારણ કે બીએસએનએલે હજુ સુધી યૂઝર્સ માટે 4જી પ્લાન લોન્ચ કર્યો નથી. આવો જાણીએ 2999 રૂપિયામાં ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓમાંથી કોનો પ્લાન સારો છે. 

વોડાફોન-આઈડિયાનો 2999 રૂપિયાનો પ્લાન
વીઆઈએ હાલમાં પોતાનો 2999 રૂપિયાવાળો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. આ 4જી પ્લાન 365 દિવસ માટે છે જેમાં તમને 850જીબી ડેટા મળે છે. બીજીતરફ આ પ્લાનમાં તમારે દરરોજ ડેટા ઉપયોગની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે એક દિવસમાં ઈચ્છો એટલો ડેટા વાપરી શકો છો. આ સિવાય પ્લાનમાં તમને વીઆઈ મૂવીઝ અને ટીવીનું એક્સેસ મળે છે. આ પ્લાનની સૌથી ખાસ વાત છે કે તમે રાત્રે 12 કલાકથી સવારે છ કલાક સુધી અનલિમિડેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. 

રિલાયન્સ જિયોનો 2999 રૂપિયાવાળો પ્લાન
જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનમાં તમને 2.5જીબી ડેટા મળે છે. રિલાયન્સ જિયોનો આ પ્લાન 365 દિવસ માટે છે. આ પ્લાન હેઠળ તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. જ્યારે 365 દિવસમાં તમને કુલ 912.5જીબી ડેટા મળે છે. આ સિવાય દરેક જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તો કંપની દિવાળી સેલિબ્રેશન ઓફર હેઠળ પોતાના ગ્રાહકોને 75જીબી વધુ ડેટા આપી રહી છે. 

એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન
એરટેલ પોતાના ગ્રાહકોને 2999 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરે છે. એરટેલનો આ પ્લાન 365 દિવસ માટે છે. આ પ્લાનમાં તમને અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. જ્યારે 365 દિવસમાં તમને કુલ 730જીબી ડેટા મળે છે. એડિશનલ બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં તમને અપોલો 24/7 સર્કિલ અને ફ્રી હેલો ટ્યૂન્સનું એક્સેસ મળે છે. 

ક્યો પ્લાન તમારા માટે સૌથી સારો
જો એડિશનલ બેનિફિટ્સ પ્રમાણે જોવામાં આવે તો એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન ખુબ પાછળ છે. બીજીતરફ વોડાફોન-આઈડિયા યૂઝર્સને સૌથી વધુ ડેટા આપી રહ્યું છે. તો રાત્રે 12થી સવારે 6 સુધી ફ્રી ડેટા મયલી રહ્યો છે. આ મામલે રિલાયન્સ જિયો કરતા પણ વીઆઈ આગળ છે. કુલ મળીને જો અનલિમિટેડ ડેટાની વાત કરીએ તો વીઆઈનો પ્લાન સૌથી બેસ્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news