કર્મચારીઓ માટે Alert! ઓફિશિયલ ઇ-મેલ વડે પણ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે લોકડાઉનના લીધે હવે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. એવામાં કંપનીઓ તરફથી મળનાર ઇ-મેલની સંખ્યામાં પણ વધારો થયો છે. કંપની પણ પોતાના કર્મચારીઓને ઘણી બધી પોલિસી અને ફેરફારની જાણકારી મેલ દ્વારા આપતી રહે છે. એવામાં હવે હેકર્સનુંદ ધ્યાન કર્મચારીઓના ઓફિશિયલ મેલ આઇડી પર પણ છે. એવામાં તે પોતે કંપનીના મેલ એકાઉન્ટના હેક કરીને કર્મચારીઓને મેલ મોકલી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના લીધે લોકડાઉનના લીધે હવે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. એવામાં કંપનીઓ તરફથી મળનાર ઇ-મેલની સંખ્યામાં પણ વધારો થયો છે. કંપની પણ પોતાના કર્મચારીઓને ઘણી બધી પોલિસી અને ફેરફારની જાણકારી મેલ દ્વારા આપતી રહે છે. એવામાં હવે હેકર્સનુંદ ધ્યાન કર્મચારીઓના ઓફિશિયલ મેલ આઇડી પર પણ છે. એવામાં તે પોતે કંપનીના મેલ એકાઉન્ટના હેક કરીને કર્મચારીઓને મેલ મોકલી રહ્યા છે.
આ અંગનીએ આપી ચેતવણી
એક બ્લોગમાં નોર્ટનલાઇફલોકએ આ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે સાઇબર અપરાધી હાલ કોરોના વાયરસના લીધે કર્મચારીઓને બનાવટી મેલ મોકલી તેમનું શોષણ કરી રહ્યા છે. આ ઇમેલને જોઇને એવું લાગે છે કે કંપનીના વરિષ્ઠ અધિકારીએ મોકલ્યો છે, પરંતુ એવું નથી. ઇમેલમાં એક લિંક આપવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે આ નવી પોલિસીની લિંક છે, પરંતુ જો તમે લિંકને ક્લિક કર્યું તો તેનાથી લેપટોપમાં એક માલવેર ડાઉનલોડ થઇ જશે. એટલા માટે એવી કોઇ લીકને ક્લિક કરતાં પહેલાં પોતાના મેનેજર અથવા પછી એચઆરને રિપોર્ટ જરૂર કરો.
ક્લિક કરતાં થશે આ નુકસાન
જો કર્મચારીએ ભૂલથી આવી લિંકને ક્લિક કરી તો પછી સાઇબર અપરાધીઓ પાસે તમારા લેપટોપ પર કંટ્રોલ ચાલુ થઇ જશે. તે તમારા કોમ્યુટર પર ઉપલબ્ધ સંવેદનશીલ બિઝનેસ જાણકારીઓ અને નાણાકીય ડેટાને નિકાળી શકે છે.
ગૂગલે પણ કર્યા હતા આગાહ
ગૂગલે ગત મહિને આ પ્રકારના ખતરાને લઇને આગાહ કર્યા હતા. ગૂગલે કહ્યું હતું કે આ ફર્જીવાડા ઇમેલ દ્વારા આવે છે. એવામાં યૂઝર્સ પોતાનું સરનામું અને બેંક ડિટેલ્સ શેર ન કરે. ઇમેલ મોકલનાર વેબસાઇટ અને યૂઆરએલને ચેક કરો જેથી કોઇપણ પ્રકારની સહંકા લાગે તેના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube