Jio ગ્રાહકોને મળી નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ નંબર પર લોકલ કોલ ફ્રી
રિલાયન્સ જીયોએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના આદેશ પ્રમાણે 1 જાન્યુઆરીથી ડોમેસ્ટિક વોયસ કોલ્સ માટે ઈન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC) બંધ કરવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ Jio Free Call On All Network: Reliance Jio એ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2021થી તમામ લોકલ વોયસ કોલ્સ ફ્રી થશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રિલાયન્સ જીયોએ જીયોથી બીજા નંબર પર લોકલ કોલ્સ માટે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. તે માટે પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
રિલાયન્સ જીયોએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના આદેશ પ્રમાણે 1 જાન્યુઆરીથી ડોમેસ્ટિક વોયસ કોલ્સ માટે ઈન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC) બંધ કરવામાં આવી રહ્યાં છે. એટલે કે હવે રિલાયન્સ જીયોથી બીજા નેટવર્ક પર કોલિંગ માટે અલગથી પૈસા લાગશે નહીં.
આ પણ વાંચોઃ તમે ટેલીગ્રામના યુઝર્સ હોવ તો આ વાંચી લેજો, નહીં તો થશે પછતાવો
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં રિલાન્ય જીયોએ તે નક્કી કર્યું હતું કે, પોતાના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલિંગના પૈસા લાગશે. તે માટે કંપનીએ TRAI ના IUC ચાર્જનો હવાલો આપ્યો હતો. હવે TRAI એ IUC ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને આ કારણે રિલાયન્સ જીયોએ પણ લોકલ ઓફનેટ કોલ્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે.
પરંતુ અહીં ફ્રી ઓફ નેટ કોલિંગનો મતલબ તે નથી કે જીયો કસ્ટમર્સ વગર કોઈપણ પ્લાન એક્ટિવેટ કર્યા વગર ફ્રી કોલિંગ કરી શકશો. પહેલાના જે પ્લાન્સ છે તે યથાવત રહેશે. એટલે કે જેટલી તમારા પ્લાનની વેલિડિટી છે તેમાં હવે ઓન નેટ અને ઓફ નેટ કોલિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. સપ્ટેમ્બરમાં કંપની જીયોથી બીજા નંબર પર કોલિંગ માટે પૈસા લેવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ 2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ
સપ્ટેમ્બર બાદથી કંપનીએ IUC બેસ્ડ કેટલાક પેક્સ પણ લોન્ચ કર્યા હતા. તેમાં જીયોથી બીજા નંબર પર લોકલ કોલિંગ માટે મિનિટ્સ આપવામાં આવે છે. કુલ મળીને રિલાયન્સ જીયો યૂઝર્સ માટે આ વર્ષના અંતમાં એક સારા સમાચાર મળ્યા છે.
રિલાયન્સ જીયો બાદ અન્ય ટેલીકોમ કંપનીઓએ પણ ઓફ નેટ કોલિંગના પૈસા લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે જ્યારે TRAI એ IUC ચાર્જ હટાવવાની જાહેરાત કરી છે તો બીજી કંપનીઓ પણ આવી જાહેરાત કરી શકે છે.
જીયોએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, કંપનીએ પોતાનું વચન પૂરુ કર્યું છે અને IUC ખતમ થવા ઓફ નેટ લોકલ કોલ્સ ફ્રી કરી દેવામાં આવ્યા. જીયોથી જીયો લોકલ કોલિંગ આ પહેલા પણ ફ્રી હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube