ટેલીગ્રામના યુઝર્સને હવે કરવું પડી શકે છે પેમેન્ટ, બદલાઈ રહી છે પોલિસી

ટેલીગ્રામમાં આવતા વર્ષથી પેમેન્ટ કરવુ પડી શકે છે. CEOના જણાવ્યા અનુસાર 1 TO 1 ચેટમાં કોઈ પેમેન્ટ નહીં કરવુ પડે. ટેલીગ્રામ પોતાના યુઝર્સ માટે એડ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે જેના માટે થઈને યુઝર્સે પેમેન્ટ કરવુ પડી શકે છે.

ટેલીગ્રામના યુઝર્સને હવે કરવું પડી શકે છે પેમેન્ટ, બદલાઈ રહી છે પોલિસી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં ઈનસ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સેપ પછી જો કોઈ જાણીતી એપ હોય  તે છે ટેલીગ્રામ. ટૂંક જ સમયમાં વિશ્વ ભરમાં ટેલીગ્રામના 500 મીલિયન યુઝર્સ થવાના આરે છે, જેના પછી આવતા વર્ષથી ટેલીગ્રામ વાપરવા પર પેમેન્ટ કરવુ પડી શકે છે. શું છે સમગ્ર માહિતી આઓ જાણીએ.

ટેલીગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવે 23 ડિસેમ્બરના જણાવ્યા અનુસાર ટેલીગ્રામના યુઝર્સ ટૂંક જ સમયમાં 500 મીલિયન થવાના છે જેના પછી આવતા વર્ષથી ટેલીગ્રામની કેટલીક સેવાઓ પર યુઝર્સે પેમેન્ટ કરવાનું રહેશે. પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર અત્યારે જેટલી પણ સેવાઓ ફ્રીમાં ઉપ્લબ્ધ છે તે બધી જ સેવાઓ ફ્રી જ રહેશે. તેના પર કોઈ પેમેન્ટ નહીં કરવું પડે. એટલે શક્યતા છે કે આવતા વર્ષે ટેલીગ્રામમાં નવા ફીચર્સની સાથે નવી સેવાઓ પણ આવી શકે છે. 

એપમાં કઈ સેવામાં વધારો થશે?
પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર એપમાં બીઝનેસ ટીમ્સ અને પાવર યુઝર્સ માટે અન્ય ફીચર્સ વધારવામાં આવશે. વધુ ફીચર્સ માટે વધુ સંસાધનોની પણ જરૂર પડવાની છે. જેના માટે પ્રીમિયમ યુઝર્સ પેમેન્ટ કરશે. પરંતુ જે પણ રેગ્યુલર યુઝર્સ છે તે આજીવન ટેલીગ્રામને ફ્રીમાં વાપરી શક્શે. એટલે રેગ્યુરલ યુઝર્સ માટે ચિંતાની કોઈ વાત નથી. 

એડ પ્લેટફોર્મ અંગે વિચારણા
હાલ યુટ્યૂબ હોય કે પછી ફેસબૂક, સોશિયલ મીડિયા એપ્સમાં એડ બતાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુટ્યૂબ પર વીડિયો જોતા દરમિયાન કે પછી ફેસબુક પર, તેમા વચ્ચે એડ જરૂર આવે છે જેના કારણે યુઝર્સ પણ ક્યારેક ચીઢાતા હોય છે. પરંતુ આવુ ટેલીગ્રામમાં 1 TO 1 ચેટમાં નહીં થાય તેની ખાતરી ખુદ CEO દુરોવે આપી છે. 

ટેલીગ્રામનું પોતાનું એડ પ્લેટફોર્મ
વોટ્સએપ પર જેવી રીતે ગ્રુપ હોય છે તેવી જ રીતે ટેલીગ્રામમાં ચેનલ બનાવવામા આવે છે. આ ચેનલમાં લાખો સબ સક્રાઈબર્સ હોઈ શકે છે. કેટલીક વાર એવુ બને છે કે ટેલીગ્રામ પર થર્ડ પાર્ટી એડ પ્લેટફોર્મના માધ્યમથી એડ પોસ્ટ કરવામાં આવે છે અને કેટલીક વાર તે એડ વાંધા જનક પણ હોય છે.જેથી કરીને હવે ટેલીગ્રામ પોતાનું એડ પ્લેટફોર્મ તૈયાર કરશે. જે યુઝર ફ્રેન્ડ્લી, પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ એડ પ્લેટફોર્મ માટે થઈને યુઝર્સે પેમેન્ટ કરવું પડી શકે છે. પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. યુઝર્સે આ નવા ફીચર માટે રાહ જોવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news