નવી દિલ્હી : Flipkart અને Amazonના મહાસેલની શરૂઆત થઈ ચુકી છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે. આ સેલમાં મોબાઇલ ખરીદવા માગતા ગ્રાહકોને વધારે જ ફાયદો મળશે. Amazon Great Indian Festival Saleમાં Samsung Galaxy Note 8 પર 30,700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેમસંગના બીજા મોબાઇલ પર પણ સારું ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. આ સિવાય ફ્લિપકાર્ટ Big Billion Saleમાં બીજી અનેક મોટી બ્રેન્ડ પર છૂટછાટ મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમેઝોનના મહાસેલમાં સેમસંગ ગેલેક્સી નોટ 8ના મહત્તમ મોડલ્સ પર 30,700 રૂ.નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ મોબાઇલની એમઆરપી 74,690 રૂ. છે. આ રીતે સેમસંગ ગેલેક્સી એસ 9 મોબાઇલ 21,010 રૂ.ની છૂટ સાથે 44,990 રૂ.માં મળી રહ્યો છે. વળી, જો તમે એક્સચેન્જ કરો તો 18,900 રૂ.ની વધારાની છૂટ મળી શકે છે. આ રીતે Samsung Galaxy S 8 મોબાઇલ 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ સાથે 26,401 રૂપિયાની છૂટ સાથે 42,599  રૂપિયામાં મળી રહ્યો છે.


આ ઓફર્સ સિવાય એમેઝોનન અનેક ડીલ ઓફ ધ ડે છે. સેમસંગ ગેલેક્સી ઓનપ્રો 7 પ્રાઇમ 4 હજાર ડિસ્કાઉન્ટ સાથે 10,990 રૂ.માં મળે છે. આ એક્સચેન્જ ઓફરમાં આ મોબાઇલ 9,650 રૂ.નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ફ્લિપકાર્ટના સેલમાં મોબાઇલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર Vivo Y66 મોબાઇલ પર 2000 રૂ.નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય એચડીએફસી કાર્ડના પેમેન્ટ પર 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...