નવી દિલ્હી: Amazon પોતાના ગ્રાહકોને સમયાંતરે જબરદસ્ત ઓફરો અને ડિસ્કાઉન્ટ આપતું રહે છે. વાર્ષિક સેલ ઉપરાંત ખાસ અવસરે અને તહેવારો ઉપર પણ મનગમતા સામાનને સસ્તા ભાવે ઘરે લઈ જવાની તક આપે છે. અમેઝોન એવી પણ કેટલીક ડીલ ઓફર કરે છે જે તમે ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. અહીં અમે વાત કરી રહ્યા છીએ ‘Deal of the Day’ ની. જ્યાં તમને રોજેરોજ નવી ઓફરો મળે છે. આવો જાણીએ આજની ઓફર્સ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tecno Spark 7T
10,999  રૂપિયાનો આ 4જી સ્માર્ટફોન તમે 99 રૂપિયામાં કેવી રીતે ખરીદી શકો એ તમને જણાવીએ. અમેઝોની ડીલ ઓફ ધ ડેમાં તમને તેના પર 1500 રૂપિયાની છૂટ મળી રહી છે. જેથી કરીને તેની કિંમત 9499 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે જ તમે અમેઝોનની કૂપન ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવીને 400 રૂપિયાની છૂટ મેળવી શકો છો. જેથી  કિંમત 9099 રૂપિયા થશે. જો તમે ટેક્નો સ્પાર્ક 7Tને તમારા જૂના સ્માર્ટફોન સાથે બદલી લેશો તો તમને આ એક્સચેન્જ ઓફરનો જો પૂરેપૂરો લાભ મળે તો તમે 9000 રૂપિયાની વધુ બચત કરી શકશો. જેનાથી તમારા માટે આ સ્માર્ટફોનની કિંમત ફક્ત 99 રૂપિયા થઈ જશે. 


Asus AIO M241 All-in-One Desktop
23.8 ઈંચના એફએચડી ડિસ્પ્લેવાળા, વિન્ડોઝ 10 હોમ પર ચાલતા આસુસના આ ઓલ ઈન વન ડેસ્કટોપ પર તમને 12 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે જેથી કરીને તેની કિંમત હવે 49,990 થી ઓછી થઈને 37,990 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે જ તમે આ ડેસ્કટોપની ખરીદી પર 500 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો. તમે તેને નો-કોસ્ટ ઈએમઆઈ ઉપર પણ ખરીદી શકો છો. અનેક બેંક ઓફર્સ પણ છે જે આ ડેસ્કટોપની ખરીદી પર લાગૂ કરાયા છે. 


PM Modi's US Visit: લાંબી મુસાફરીમાં આ રીતે ફ્લાઈટમાં સમય પસાર કરે છે પીએમ મોદી, જુઓ PHOTO


boAt Rockerz 254v2 Wireless Bluetooth V5.0 Earphones
8 કલાકના પ્લેબેક ટાઈમ, ઈન-બિલ્ટ માઈક અને વોઈસ આસિસ્ટન્ટ અને  IPX 5 સ્વેટ એન્ડ વોટર રેસિસ્ટન્સવાળા આ બ્લ્યૂટુથ ઈયરફોન્સ તમે ફક્ત 899 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો. જ્યારે તેની અસલ કિંમત 2490 રૂપિયા છે. આ સાથે જ જો તમે અમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 750 રૂપિયા સુધીનું 3 ટકા કેશબેક મળશે અને જો તમે પ્રાઈમ મેમ્બર હશો તો તમને 3 નહીં પરંતુ 5 ટકા કેશબેક મળશે. 


Oppo A16 
આ વર્ષે લોન્ચ થયેલો ઓપોનો આ 4જી સ્માર્ટફોન તમે 15,990 ની જગ્યાએ 13,990 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો. જો તમને એક્સચેન્જ ઓફરનો પૂરેપૂરો લાભ મળે તો તમને 12,250 રૂપિયાની વધુ છૂટ મળી શકે છે. આ સાથે જ સિટી બેંકના કાર્ડ્સનો ઉપયોગ કરવા પર તમને 750 રૂપિયા સુધીનું 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. 


PM Modi's US Visit: અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટથી લઈને હોટલ સુધી પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત થયું


CrossBeats Pebble True Wireless in-Ear Earbuds
24 કલાકના પ્લેટાઈમ અને ઓટો-પેયરિંગ ફીચરવાળા આ ઈયરબર્ડ્સની અસલ કિંમત 9,999 રૂપિયા છે. પરંતુ તમે તેને ફક્ત આજના દિવસ પૂરતું 70 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 2,999 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે અમેઝોન પર આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમને 750 રૂપિયા સુધીનું 3 ટકા કેશબેક મળશે અને જો તમે પ્રાઈમ મેમ્બર હશો તો તમને 3 ટકાની જગ્યાએ 5 ટકા કેશબેક મળશે. 


આ પ્રકારની અનેક ઓફર્સ તમને અમેઝોન ડીલ ઓફ ધ ડેમાં મળી જશે જેનો ફાયદો ઉઠાવવાની તક તમે ગુમાવવા નહીં ઈચ્છતા હોવ. અમેઝોનની એપ ડાઉનલોડ કરીને આ ગજબની ઓફર્સની જાણકારી લો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube