નવી દિલ્હીઃ Amazon દ્વારા ફ્રીડમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. તેની શરૂઆત 9 ઓગસ્ટથી થઈ છે. આ દરમિયાન પ્રોડક્ટ્સ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહી છે. આ સેલ હેઠળ SBI ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને વધારાના 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ફિટનેસ બેન્ડ કે સ્માર્ટવોચ ખરીદવા ઈચ્છો છો તો અમે અહીં કેટલિક ઓફર્સનું લિસ્ટ જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honor Band 4 પર 51% ની છૂટ
Honor Band 4 પર સેલ દરમિયાન MRP પર 51 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. તેવામાં તેને 1599 રૂપિયાની જગ્યાએ 989 રૂપિયામાં ખરીદી શકાય છે. આ બેન્ડની ખાસ વાત છે કે તેમાં 14 દિવસ બેટરી ચાલે છે. 


Fitbit Versa પર 25 ટકાની છૂટ
ગ્રાહક Amazon સેલ દરમિયાન Fitbit Versa સ્માર્ટવોચને 21,499 રૂપિયાની જગ્યાએ 16,110 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 5 દિવસ સુધી બેટરી મળે છે અને તેના 5 કલર ઓપ્શન મળે છે. 


Noise ColorFit 2 પર 24 ટકાની છૂટ
Noise ના ColorFit 2 ફિટનેસ બેન્ડને ફ્રીડમ સેલ દરમિયાન 2499 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. એટલે કે MRP પર 24 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસને 5 દિવસ સુધી ચલાવી શકાય છે. 

Xiaomi Mi Band 3 પર 18%ની છૂટ
Xiaomiના Mi Band 3 વિયરબલને સેલ દરમિયાન 2199 રૂપિયાની જગ્યાએ 1799 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી શકાય છે. આ બેન્ડમાં ગ્રાહકોને 20 દિવસની બેટરી લાઇફ મળશે. 

Apple Watch Series 3 પર 16 ટકાની છૂટ
Amazon સેલ દરમિયાન સિરીઝ 3ને 31,900 રૂપિયાની જગ્યાએ 26,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટવોચમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, ડિજિટલ ક્રાઉન અને ટચ પ્રેશર સેન્સેટિવ સ્ક્રીન મળે છે.