નવી દિલ્હી: એંડ્રોઇડે સ્માર્ટફોનની દુનિયામાં જીંદગીને ખૂબ સરળ બનાવી દીધી છે. પરંતુ હવે એંડ્રોઇડ યૂઝર્સ પર એક નવો ખતરો મંડરાઇ રહ્યો છે. યૂઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી થવાનો ખતરો. જોકે એંડ્રોઇડ યૂઝર્સના મોબાઇલ બેન્કીંગ એપમાં એક બગ હોવાની આશંકા છે. જોકે ગૂગલ પાસે 2.5 બિલિયન એક્ટિવ એંડ્રોઇડ ડિવાઇસેઝ છે. આ યૂઝર્સ પર છેતરપિંડી કરનારાઓની નજર છે. પહેલાં પણ ઘણીવાર હેકર્સ આ યૂઝર્સને ટાર્ગેટ બનાવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્વેની એક મોબાઇલ સિક્યોરિટી ફર્મે એંડ્રોઇડ સ્માર્ટફોનમાં એક કમી શોધી કાઢી છે. આ એક પ્રકારનો બગ છે, જે ફક્ત એંડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તેની મદદથી યૂઝરના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ, લોગીન પાસવર્ડ સુધી ચોરી લેવામાં આવે છે અને પછી બેન્ક એકાઉન્ટ ખાલી. મોબાઇલ ફર્મની રિસર્ચ અનુસાર આ બગનું નામ 'સ્ટ્રૈડહોગ' છે. આ લૂપહોલ મલ્ટિટાસ્કિંગ સિસ્ટમમાં જાણવા મળ્યું છે. તેની મદદ વડે હેકર્સ સંદિગ્ધ એપ દ્વારા યૂઝર્સના લોગિન, પાસવર્ડ, લોકેશન, મેસેજ એકાઉન્ટ ડિટેલ સુધીમાં સેંધ લગાવી શકે છે. 


બગથી કેવી રીતે બચશો


  • એંડ્રોઇડ બગથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમારા સ્માર્ટફોનમાં કોઇપણ એવી એપ ડાઉનલોડ ન કરો, જેના પર થોડી પણ શંકા હોય.

  • જો એપ જરૂરી નથી ફક્ત તેની જાહેરાત જોઇને ડાઉનલોડ ન કરો.

  • એપ ડાઉનલોડ કરતી વખતે ફક્ત એ જ પરમેશન આપો, જેની જરૂર હોય.

  • ગૂગલ વેરિફિકેશન એપ વડે ડાઉનલોડ કરો.

  • થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતાં બચો.