સ્માર્ટફોન

WhatsApp માં જોવા મળી ખામી, મિસ કોલ વડે ઇંસ્ટોલ કરવામાં આવ્યું જાસૂસીવાળુ સોફ્ટવેર

દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવતા ઇંસ્ટેટ મેસેજિંગ એપ WhatsApp માં એક ખામી જોવા મળી છે. તેના હેઠળ હેકર્સ કોઇપણ ફોનમાં રિમોટલી સેંઘ લગાવી શકે છે. રિપોર્ટ અનુસાર આ સરકારી લેવલના ટૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે કોઇપણ સરકારને આપવામાં આવે છે. WhatsApp ની આ સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને ટાર્ગેટ યૂજરના સ્માર્ટફોનને સ્પાઇવેર દ્વારા ઇનફેક્ટ કરવામાં આવી શકતો હતો. તેના માટે ફક્ત એક વોઇસ કોલની જરૂર હોય છે. ટાર્ગેટ નંબર પર વોઇસ કોલ કરીને વોટ્સઅપ ની ખામીનો ફાયદો ઉઠાવતાં તે મોબાઇલમાં સ્પાઇવેર ઇંસ્ટોલ કરવામાં આવી શકે છે. 

May 14, 2019, 11:59 AM IST

Xiaomi ની નવી તૈયારી, હવે વેંડિંગ મશીનથી ખરીદી શકશો સ્માર્ટફોન

Xiaomi એ શરૂઆતમાં જ પોતાના નવા અને ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા માર્કેટ ટ્રેંડને બદલવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી દ્વારા ભારતીય બજારમાં તહેલકો મચાવ્યા બાદ હવે Mi Express Kiosk લઇને આવશે. શાઓમીના આ કિયોસ્ક એક વેંડિંગ મશીનની માફક છે. આ વેંડિંગ મશીન દ્વારા શાઓમી હવે પોતાના સ્માર્ટફોનનું વેચાણ કરશે. આ મશીનનો સીધો ગ્રાહકોને ફાયદો થશે. ગ્રાહકોને હવે શાઓમીના ફોન ખરીદવા માટે રિટેલ સ્ટોર અથવા શોરૂમ જવાની જરૂર નહી પડે અને તે સીધા વેંડિંગ મશીન દ્વારા પોતાનો મનપસંદ ફોન ખરીદી શકશે.

May 14, 2019, 10:26 AM IST

આ તારીખે લોન્ચ થશે શકે છે Motorola One Vision, જાણો ફીચર્સ

અમેરિકન ટેલિકોમ કંપની મોટોરોલા ખૂબ જલદી Motorola One Vision લોન્ચ કરવા જઇ રહી છે. એક લીક પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ સ્માર્ટફોનને બ્રાજીલના સાઓ પોલોમાં 15 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કંપની દ્વારા લોન્ચિંગને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. આ ફોનમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં સેમસંગના Exynos 9610 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

May 3, 2019, 09:53 AM IST

15000 રૂપિયાના બજેટમાં આ છે શ્રેષ્ઠ સ્માર્ટફોન, સ્પેસિફિકેશન્સ પણ છે દમદાર

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છે અને તમારું બજેટ 15000 રૂપિયાની આસપાસ છે તો તમારી પાસે કેટલાક સારા સ્માર્ટફોન ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આમ તો બજારમાં ઘણા વિકલ્પ છે પરંતુ કેટલાક ખાસ સ્માર્ટફોન છે જેને તમે આ બજેટમાં ખરીદીશો તો સંતોષ અનુભવશો. જેમ કે તમે જાણો છો કે સ્માર્ટફોનમાં કેટલીક બેસિક વાતો પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં ડિસ્પ્લે, રેમ, કેમેરા, બેટરી અને પ્રોસેસર સૌથી વધુ મહત્વ ધરાવે છે. આવો અમે કેટલાક એવા ખાસ સ્માર્ટફોનની વાત કરીએ તો તમને 1500 રૂપિયાના બજેટમાં એક સારો વિકલ્પ આપે છે. 

Apr 29, 2019, 03:21 PM IST

છ વર્ષમાં 95 ટકા સસ્તો થયો ડેટા, 2023 સુધી આટલા વધી જશે ઇન્ટરનેટ યૂજર્સ

સરકારના પ્રયત્નો અને રિલાયન્સ જિયો (Reliance Jio) જેવી ખાનગી કંપનીના લીધે દેશમાં ડેટા ગત છ વર્ષમાં 95 તકા સસ્તો થયો છે. તેના લીધે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. 

Apr 26, 2019, 02:53 PM IST

આ કંપનીએ 7 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન

સ્માર્ટફોન બનાવનાર કંપની ઇંફિનિક્સ (Infinix) એ ટ્રિપલ રીયર કેમેરાવાળો વ્યાજબી સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ) (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની દ્વારા ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોનને 30 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

Apr 25, 2019, 09:58 AM IST

આ કંપનીએ 7 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન

સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ફિનિક્સ (Infinix)એ ટ્રિપલ રીયર કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ' (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની તરફથી ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

Apr 24, 2019, 05:24 PM IST

લોન્ચ પહેલાં Realme 3 Pro માટે શરૂ થશે Blind Order, આ રીતે કરો રજિસ્ટર્ડ

Realme કંપની ભારતમાં 22 એપ્રિલના રોજ Realme 3 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન વિશે અમે તેની લીક થયેલી લીક્સ જાણકારી આપી છે. હવે કંપનીએ આ ફોન માટે લોન્ચ પહેલાં જ પ્રી-ઓર્ડર અથવા  Blind Order સેલ આયોજિત કરવાની જાહેરાત કરી છે. આ સેલ 19 એપ્રિલના રોજ થશે. Realme 3 Pro ભારતીય માર્કેટમાં Xiaomi Redmi Note 7 Pro ને આકરી ટક્કર આપી શકે છે. આ ફોન પ્રીમિયમ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જો તમે આ ફોન માટે Blind Order કરવા માંગો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટ realme.com પર જઇ શકે છે.  

Apr 18, 2019, 12:07 PM IST

ટ્રિપલ રિયર કેમેરા સાથે Samsung Galaxy A70 લોન્ચ, જાણો કિંમત અને અન્ય ફીચર્સ

Samsung Galaxy A70ની કિંમત 28990 રૂપિયા છે, આ સ્માર્ટફોન 20 થી 30 એપ્રિલ વચ્ચે પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ હશે.

Apr 17, 2019, 06:38 PM IST

આ કંપનીએ લોન્ચ કર્યો 5000 mAh બેટરીવાળો ફોન, કિંમત ફક્ત 1699 રૂપિયા

જીવી મોબાઇલ્સે ભારતીય બજારમાં Jivi N6060 Plus મોબાઇલ લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. તેમાં 5000 mAh ની બેટરી લાગેલી છે. તમને આશ્વર્ય થશે કે આ ફોનની કિંમત માત્ર 1699 રૂપિયા છે. આ ફોનને બિગ બોસ ફોન નામથી ઓળખવામાં આવે છે. 

Apr 15, 2019, 04:07 PM IST

Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા

શાઓમી (Xiaomi)નો મોસ્ટ અવેટેડ Redmi Y3 ભારતીય બજારમાં 24 એપ્રિલના રોજ લોન્ચ થવાનો છે. Y સીરીઝના આ ફોનમાં હાઇ-રિઝોલ્યૂશન સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફીના ક્રેજને જોતાં રેડમીએ સેલ્ફી કેમેરાને સ્પેશિયલ ફીચર તરીકે ઉપયોગ કર્યો છે. લીક ટીઝના અનુસાર આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સુપર સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

Apr 15, 2019, 02:42 PM IST

Xiaomi ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં હશે 60 MP કેમેરા, જાણો કેટલી હશે કિંમત

આ વર્ષ સેમસંગ, હુઆવે અને શાઓમી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી (Xiaomi)ના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને કેટલાક નવા ખુલાસા થયા છે. જાણકારી અનુસાર, તેને 2019ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું નામ Mi MIX 4 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 60 મેગાપિક્સલનો શાનદાર કેમેરો ઉપયોગ કરવામાં આવશે. જોકે, સત્તાવાર રીતે તેને લઇને વધુ જાણકારી નથી. 

Apr 15, 2019, 10:15 AM IST

Realme 2 Pro ની કિંમતમાં ભારે ઘટાડો, જાણો નવી કિંમત

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની રિયલમી (Realme)ના સ્માર્ટફોન રિયલમી 2 પ્રો (Realme 2 Pro)ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા બાદ તેના બેસ મોડલની કિંમત 11,990 રૂપિયા હશે. Realme 2 Pro ને કંપનીએ ઇન્ડીયામાં ગત વર્ષે લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે તેના 8 GB રેમ અને ક્વાલકૈમ સ્નૈપડ્રૈગન 660ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કોન્ફ્રીગેશનવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન હતો. કંપની તેને 13990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપની આ ફોનનું વેચાણ 11990 રૂપિયામાં કરી રહી છે. 

Apr 8, 2019, 10:10 AM IST

Redmi Note 7 અને રેડમી નોટ 7 પ્રોનો સેલ આજે, ફ્રીમાં મળશે આ બધુ

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના નવા સ્માર્ટફોન Redmi Note 7 અને Redmi Note 7 Proનો સેલ આજે થશે. બંને ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, એમઆઇ ડોટ કોમ અને એમઆઇ હોમ સ્ટોરના માધ્યમથી કરવામાં આવશે.

Apr 3, 2019, 11:23 AM IST

મોબાઇલ ફોન માર્કેટમાં Samsung મચાવશે તહેલકો, 5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન

Samsung એ કહ્યું કે તે પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ કોરિયામાં રિલીઝ કરશે. કંપનીના અનુસાર આ દુનિયામાં આગામી પેઢીના નેટવર્ક ક્ષમતાથી યુક્ત પ્રથમ મોબાઇલ ફોન હશે. સમાચાર એજન્સી યોનહૈપના રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી દિગ્ગજ કંપનીએ કહ્યું કે કોઇપણ પૂર્વ ઓર્ડર કાર્યક્રમના ગેલેક્સી એસ-10 નું 5G મોડલ 5 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Mar 25, 2019, 10:58 AM IST

SAMSUNG એપ્રિલમાં લોન્ચ કરશે 5G સ્માર્ટફોન, જાણો શું હશે કિંમત

વિશ્વભરમાં 4G સ્માર્ટફોન છવાય ગયા બાદ હવે મોબાઇલ ઉત્પાદક કંપનીઓએ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણી કંપનીઓએ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત કરી છે. 

Mar 23, 2019, 08:10 PM IST

ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયો Vivo X27 અને Vivo X27 Pro, જાણો કિંમત અને ફીચર્સ

વીવોએ ચીનમાં બે નવા સ્માર્ટફોન Vivo X27 અને Vivo X27 Pro લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા છે. Vivo X27 નો સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ અને Vivo X27 Pro નો 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવી છે. Vivo X27 ની કિંમત 3198 યુઆન (લગભગ 32900 રૂપિયા) અને Vivo X27 Pro ની કિંમત 3998 યુઆન (લગભગ 41100 રૂપિયા) છે. ચીનમાં તેનો સેલ 23 માર્ચના રોજ શરૂ થશે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કિંમત કેટલી હશે તેને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી.

Mar 20, 2019, 03:07 PM IST

Xiaomi RedmiGo: લોન્ચ થયો સસ્તો અને સારો ફોન, 4,999માં મળશે આ ફિચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટફોન રેડમી ગો લોન્ચ કરી દીધો છે. માત્ર 4,999નો આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 425 ચિપથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે જે લોકો બેસિક ફોનથી સ્માર્ટફોન પા સ્વિચ કરવા માંગે છે, તેમના માટે રેડમી ગો એક સારો ઓપ્શન હોઇ શકે છે. રેડમી ગો એક જીબી રેમની સાથે આવે છે અને આ એક એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) ફોન છે.

Mar 20, 2019, 10:48 AM IST

SAMSUNG નો આ ખાસ સ્માર્ટફોન આજથી ખરીદી શકશો, આ છે ફિચર્સ અને કિંમત

કોરિયાઇ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગે આજથી ગેલેક્સી એ સીરીઝ પોતાના નવા સ્માર્ટફોન Samsung Galaxy A10 નું વેચાણ શરૂ કરી દીધું છે. આ ફોનની કિંમત 8490 રૂપિયા છે. આ એક બજેટ સ્માર્ટફોન છે. આ ફોન તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો. સેમસંગના ગ્રાહકો આ સ્માર્ટફોનને અમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ અને સેમસંગની વેબસાઇટ પરથી ખરીદી શકે છે.

Mar 19, 2019, 10:15 AM IST

સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો આ ગેમ્સ, Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ

ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.

Mar 17, 2019, 11:21 AM IST