ઝી બ્યૂરો, અમદાવાદઃ ANDROID અને IOS સિસ્ટમના ચાહકોનો વર્ગ એકદમ અલગ છે. જેમાં એન્ડ્રોઈડ યુઝર્સમાં તેના આગામી અને લેટેસ્ટ વર્ઝનના નામને પગલે ભારે ચર્ચા કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ લોકો કંપનીને અલગ અલગ નામ પણ સજેસ્ટ કરે છે. ત્યારે હવે એન્ડ્રોઈડ 12નો વારો છે, જેના નામની પણ ભારે ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે ખાસ વાત એ છે કે ગૂગલે ANDROID 10 બાદ ડેઝર્ટના નામ પર એન્ડ્રોઈડ વર્ઝનનું નામ રાખવાનું બંધ કરી દીધું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ઈન્ટરનલી ANDROID 12નું નામ ડેઝર્ટ પરથી રાખવામાં આવ્યું છે. ANDROID 12ને સ્નો કોનનું કોડનેમ આપવામાં આવ્યું છે. સ્નો કોન આઈસ અને સ્વીટનરથી બનેલું એક ડેઝર્ટ છે. XDA ડેવલોપર્સની એક રિપોર્ટ મુજબ અનેક ડેવલોપમેન્ટ બ્રાન્ચમાં ANDROID 12ને SC કોડનેમ સાથે જોવા મળ્યું છે. રિપોર્ટ મુજબ SC સ્નોકોનનું શોર્ટકટ હોય શકે છે.

આજ રીતે ઈન્ટરનલી ANDROID 11 રેડ વેલ્વેટ કેકના નામથી ઓળખાય છે. જેને ડેવલોપમેન્ટ બ્રાન્ચમાં ટૂંકમાં RVC કહેવામાં આવે છે. ANDROID 12 વર્ઝનને ઈન્ટરનલી ક્યાં નામથી ઓળખાશે તેના પર ગૂગલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આથી એક અંદાજ મુજબ SCથી વધુ એક પ્રખ્યાત ડેઝર્ટ શોર્ટકેક થઈ શકે છે.

શું છે ANDROID 12ના ફિચર્સ-
રિપોર્ટ્સ મુજબ ANDROID 12માં વન હેન્ડ મોડ ફિચર હોય શકે છે. વન હેન્ડ મોડ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે કોઈ નવું ફિચર નથી. કેટલાક OEM આ મોડને સપોર્ટ કરે છે. જો કે ANDROID 12 ગૂગલના આ ફિચર માટે તેના સોફ્ટવેરમાં ફેરફાર કરશે. આથી પિક્સલ અને નોકિયા જેવા સ્માર્ટફોન જે એન્ડ્રોઈડ વન(ANDROID ONE) પર કામ કરે છે, તેમના આ ફિચર આસાનીથી મળી રહેશે. સેમસંગ, શાઓમી, ઓપો, રિયલમી, વીવો જેવી મોબાઈલ કંપની પોતાની ડિવાઈસમાં પરમિશન આપી શકે તેમ નથી.

ANDROID 12માં વિઝ્યુલ ઈન્ટરફેસને પણ બદલવામાં આવ્યું છે. સાથે જ આઈકન મોટા અને બોલ્ડ કરવામાં આવ્યા છે. જે ઈન્ટરફેસને સરળ બનાવે છે. આ વર્ઝનમાં પ્રાઈવસી ફિચરને વધુ સારું બનાવાયું છે. પ્રાઈવસી ફિચરને IOSની જેમ બનાવવાનો પ્રયાસ કરાયો છે. જો કોઈ એપ માઈક્રોફોન અને કેમેરાને એક્સેસ કરે છે તો સ્ટેટસ બાર પર તેની સૂચના આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube