નવી દિલ્હીઃ આઈફોન (iPhone) મેકર એપલ (Apple) સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સ માટે 1 મિલિયન અમેરિકી ડોલર (આશરે 7 કરોડ) રૂપિયા કમાવવાની તક લઈને આવી છે. કંપની તરફથી નિવેદન જાહેર કરીને કહ્યું કે, જો કોઈ હેકર્સ આઈફોન હેક કરશે કે તેની ભૂલને કપડશે તો કંપની તેને ઇનામ તરીકે 7 કરોડ રૂપિયા આપશે. હકીકતમાં કેટલાક દિવસથી એવા સમાચાર આવી રહ્યાં છે કે અમેરિકી સરકાર જર્નાલિસ્ટ અને હ્યૂમન રાઇટ્સ એક્ટિવિસ્ટ સહિત તમામ લોકોના ફોન પર નજર રાખી રહી છે. કે તેની જાસૂસી કરવામાં આવી રહી છે. આ પહેલા પણ એપલના રિસર્ચર્સ માટે રિવોર્ડની જાહેરાત કરી હતી. કંપનીનું કહેવું છે કે જો કોઈ આઈફોનમા ખામીઓ પકડશે કે ફરી ક્લાઉડ બેકઅપમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી સામે લાવશે તેને ઇનામ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાસ વેગાસમાં આયોજીત બ્લેક હેટ સિક્યોરિટી કોન્ફરન્સમાં એપલ તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું કે જો કોઈ આઈફોન કે Mac સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારનો ટેક્નિકલ ફોલ્ટને ઉજાગર કરશે તો તેને રિવોર્ડ આપવામાં આવશે. જો હાલની જાહેરાતની વાત કરીએ તો, જો કોઈ હેકર્સ કે રિસર્ચર્સ આઈફોનને હેક કરી રીમોટ એક્સેલ લે છે તો તેને 7 કરોડ (1 મિલિયન અમેરિકી ડોલર)નું ઇનામ મળશે. 


મહત્વનું છે કે વિશ્વભરમાં ઘણી એવી એજન્સીઓ છે જે અલગ-અલગ દેશોની સરકાર માટે હેકિંગનું કામ કરે છે. ઇઝરાયલના NSO ગ્રુપને લઈને કહેવામાં આવે છે કે તે અમેરિકી સરકાર માટે જાસૂસીનું કામ કરે છે. અમેરિકામાં ઘણી એવી ઘટનાઓ થઈ ચુકી છે જેમાં ગુનેગારોના ફોનને અનલોક કરી અને તેના ડેટાના એક્સેસને લઈને એપલ અને સરકાર વચ્ચે લાંબી લડાઇ થઈ અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. 

વાંચો ટેક્લોનોજીના અન્ય સમાચાર