નવી દિલ્હીઃ Apple ની દિવાળી ઓફર હવે લાઇવ થઈ ગઈ છે. જેમ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. એપલ ઈન્ડિયા સ્ટોરથી પસંદગીના  iPhone 12 સિરીઝ ફોનની ખરીદી પર AirPods ફ્રીમાં મળશે. આ ઓફર iPhone 12 અને iPhone 12 mini પર લાગૂ છે. મહત્વનું છે કે સત્તાવાર સાઇટ પર AirPods ની શરૂઆતી કિંમત 14900 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટાડા બાદ  iPhone 12 સિરીઝની કિંમત
Apple એ પાછલા મહિને iPhone 13 સિરીઝ લોન્ચ કર્યા બાદ iPhone 12 સિરીઝના ભાવમાં ઘટાડો કર્યો હતો, હવે તેના બેસ મોડલની કિંમત 59900 રૂપિયા છે, જ્યારે આઈફોન 12ની કિંમતમાં 14 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે, હવે તેનો 64GB સ્ટોરેજવાળા બેસ મોડલની કિંમત 65900 રૂપિયા છે. જ્યારે  256GB સ્ટોરેજવાળા ટોપ મોડલની કિંમત 80900 રૂપિયા છે. 


આ રીતે ફ્રી મળશે AirPods
Apple એ આ બંને આઈફોનને પોતાના ઓનલાઇન સ્ટોર પર પોતાની નવી કિંમતો સાથે લિસ્ટ કર્યા છે. તેનો મતલબ છે કે ઓફરના દિવસોમાં iPhone 12 અને  iPhone 12 mini ની કિંમતમાં કોઈ છૂટ મળશે નહીં. દિવાળી ઓફરમાં માત્ર 5G સ્માર્ટફોનમાંથી કોઈ એકની ખરીદી પર ફ્રી AirPods સામેલ છે. હાલ તે સ્પષ્ટ નથી કે આ ઓફર ક્યાં સુધી ચાલશે. 


આ પણ વાંચોઃ Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos, જાણો ક્યારે થશે લોન્ચ


ઓફર હેઠળ ગ્રાહકોની પાસ પસંદગી માટે બે ખરીદીના વિકલ્પ હશે. તે તેને એમઆરપી પર  iPhone 12 કે iPhone 12 mini ખરીદી શકે છે અને AirPods ફ્રીમાં મેળવી શકે છે, કે તે જૂના એપલ આઇફોન કે એન્ડ્રોયડ સ્માર્ટફોનને ટ્રેડ-ઇન કરી શકે છે. જેમ એપલ ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પર લિસ્ટેડ છે, ખરીદદાર  iPhone 8 કે તેનાથી ઉપરના મોડલમાં ટ્રેડ-ઇન કરી 46120 રૂપિયા સુધીની છૂટ પ્રાપ્ત કરી શકે છે. 


EMI પર પણ લઈ શકો છો iPhone 12 મોડલ્સ
ટ્રેડ-ઇન પ્રોગ્રામ વગર આઇફોન 12ની કિંમત 65900 રૂપિયા હશે. જ્યારે આઈફોન 12 મિનીની કિંમત 59900 રૂપિયા હશે. તમે ઈએમઆઈ ખરીદીનો ઓપ્શન પસંદ કરી શકો છો જે  iPhone 12 mini માટે દર મહિને 7050 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે આઈફોન 12 માટે ઈએમઆઈ 7756 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. 


ફ્લિપકાર્ટ પર iPhone 12 પર ચાલી રહેલા ડિસ્કાઉન્ટ વચ્ચે આ ઓફર આવી છે. હેન્ડસેટનું બેસ વેરિએન્ટ ઈ-ટેલરની સાઇટ પર 49,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube