નવી દિલ્હીઃ Apple નો ફેસ્ટિવ સીઝન સેલ જે 15 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, હવે સત્તાવાર રૂપે ટીઝ કરી દેવામાં આવ્યો છે. સત્તાવાર પોસ્ટમાં કંપનીએ નવા ક્રેકર સ્પાર્કની સાથે એક નવો લોગો રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યો કે તહેવારી ડીલ સીઝન 15 ઓક્ટોબરથી શરૂ થશે અને ગ્રાહકોને શાનદાર બચત માટે તૈયાર રહેવું જોઈએ. તેમ લાગે છે કે એપલ ટેક ચાહકો માટે દિવાળી સેલ રજૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપલ ફેસ્ટિવ સીઝનના સેલમાં આઈફોનની સાથે-સાથે એયરપોડ્સ, એપલ પેન્સિલ અને આઈપેડ માટે અદ્ભુત ઓફર હશે. એટલું જ નહીં એપલ એક્સચેન્જ ઓફર લાવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે એન્ડ્રોયડ ડિવાઇસ પર 37000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. ધ્યાનમાં રહે કે એક્સચેન્જ વેલ્યૂ સંપૂર્ણ રીતે સ્માર્ટફોનની સ્થિતિ અને મોડલ પર નિર્ભર રહેશે. એટલું જ નહીં ડીલ માત્ર પસંદગીની પ્રોડક્ટ્સ સુધી સીમિત રહેશે.


આ પણ વાંચોઃ આ છે Jio નો સૌથી સસ્તો Postpaid Plan, પ્રીપેડ પ્લાન્સ પણ તેની આગળ લાગે છે મોંઘા


જો ગ્રાહક નવી ડિવાઇસ લેવા માટે આઈફોન એક્સચેન્જ કરી રહ્યાં છે તો તેને 67800 રૂપિયા સુધીનું બોનસ મળી શકે છે. કિંમત આઈફોનના મોડલ અને સ્થિતિ પર નિર્ભર રહેશે. ઉદાહરણ માટે જો ગ્રાહક iPhone 14 pro એક્સચેન્જ કરે છે તો વધુમાં વધુ લાભ પ્રાપ્ત કરી શકે છે અને જો આઈફોન 7 એક્સચેન્જ કરશે તો ઓછો લાભ મળશે. 


એપલ ફેસ્ટિવ સીઝન સેલમાં મળશે ગિફ્ટ
કંપનીએ તે પણ જાહેરાત કરી છે કે ફેસ્ટિવ સીઝન દરમિયાન તમારા પ્રિયજનોને ટેક્સ્ટ અને ઇમોજીની સાથે Mac, Airpods, Apple પેન્સિલ અને આઈપેડની  ભેટ આપી શકે છે. આ વચ્ચે એમેઝોન ગ્રેટ ઈન્ડિયા સેલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આઈફોન અને અન્ય એપલ ડિવાઇસ શાનદાર ડીલની સાથે ઉપલબ્ધ છે. જો તમે આઈફોન 14 ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો તમે તેને ફ્લિપકાર્ટ પર 56900 રૂપિયામાં પ્રાપ્ત કરી શકો છો. તો તમને આઈફોન 13 એમેઝોન ગ્રેટ ઈન્ડિયા સેલ દરમિયાન 49499 રૂપિયામાં મળી જશે. આ સાથે તમે બેન્ક ઓફરનો લાઉ ઉઠાવી શકો છો તો કિંમત હજુ ઘટી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube