નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી લક્ઝરી ફોન બનાવતી કંપની Appleના iPhoneની ઘણી એવી ટ્રિક્સ અને ટિપ્સ છે, જે ઘણા લોકોને ખબર નથી. તેવામાં Appleના એક પૂર્વ કર્મચારીએ iPhoneની કેટલીક ટ્રિક્સ જાહેર કરી દીધી છે, જે અંગે તમે ભાગ્યે જ જાણતા હશો. કનાડાઈ ટેક એક્સપર્ટ સબરીના બદિને પોતાના ટિકટોક પ્રોફાઈલ પર અનેક વીડિયો શેર કર્યા છે. અને ફોનને લઈ તમામ સિક્રેટ શેર કરી દીધી છે. આપને જણાવી દઈએ કે સબરીનાના ટિકટોક પર 30,000થી વધુ ફોલોઅર્સ છે. Apple Geniusના રૂપમાં કામ કર્યા બાદ કર્મચારીએ ફોનને લઈ અનેક અજાણી વાતો શેર કરી છે. આવો જાણીએ સમગ્ર વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ સ્ક્રિન પર એકથી વધુ એપ્સને કેવી રીતે મૂવ કરવા-
iPhoneમાં એકવારમાં ઘણા એપ્સ ચલાવી શકાય છે. એકથી વધારે એપ્સને મૂવ કરવા માટે સરળ ઉપાય છે. એપને મૂવ કરવા માટે તમારે આઈકનને ત્યાં સુધી દબાવી રાખવાનું છે જ્યાં સુધી તે હલવાનું શરૂ ન કરે. પછી તમે તેને એ જ પેજ પર કોઈ પણ નવા પેજ પર કોઈ અન્ય સ્થાન પર લઈ જઈ શક્શો. ઘણા લોકો આ ટ્રિકને નથી જાણતા.


સબરીનાએ વીડિયો પોસ્ટ કરી ડેમોન્સટ્રેટ કર્યો છે. તમે એક એપને ટેપ અને હોલ્ડ કરી અને ફરી બીજા એપને ટેપ કરી આવું કરી શકો છો, જેને તમે સ્થાનાંતરિત કરવા માગો છો. પછી તમે તેને એક ગ્રુપના રૂપમાં પોતાની હોમ સ્ક્રિન પર લઈ જઈ શકો છો.


એક સાથે અનેક મેસેજ અને ઈમેક સિલેક્ટ કરી શકો-
શું તમારા iMessage અથવા મેઈલ ઈનબોક્સને સાફ કરવાની જરૂર છે? તમે દરેક પર ટેપ કર્યા વિના એકસાથે બહુવિધ સંદેશાઓ ઝડપથી પસંદ કરી શકો છો. આ કરવા માટે, તમારું ઈનબોક્સ ખોલો અને ડિસ્પ્લે પર બે આંગળીઓ મૂકો. સંદેશાઓ પસંદ કરવા માટે ખેંચો અને રોકવા માટે રિલીઝ કરો. પછી તમે Delete them વિકલ્પ પસંદ કરી શકો છો. Mark Them As Read વિકલ્પ પસંદ કરી શકો છે. એક ફોલ્ડરમાં ફાઈલ કરી શકો છો.


વીડિયો રેકોર્ડ કરતા સમયે મ્યૂઝિક ચલાવી શક્શો-
એક સરસ સાઉન્ડટ્રેક સાથે તમારા વીડિયોઝને શ્રેષ્ઠ બનાવવાની એક સરળ રીત છે. Spotify અથવા Apple Music જેવી તમારી મનપસંદ મ્યુઝિક એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા iPhone સ્પીકર દ્વારા ફક્ત અમુક સંગીત વગાડો. સંગીત વગાડતી વખતે તમારો કૅમેરો ખોલો. ખાતરી કરો કે તમારો કૅમેરો ફોટો મોડ પર સેટ છે - વીડિયો પર નહીં. શટર બટનને ટેપ કરો અને પકડી રાખો અને તેને જમણી તરફ ખેંચો. તમારો iPhone વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરશે અને સંગીત બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેશે.