નવી દિલ્હીઃ એપલ જલદી પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 12 લોન્ચ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટસ પ્રમાણે, તો સ્માર્ટફોનની સાથે ઇયરપોડ્સ અને ચાર્જર મળશે નહીં. હવે એક નવા રિપોર્ટમાં આઈફોન 12 સિરીઝના બેઝ મોડલની કિંમતનો ખુલાસો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેના એન્ટ્રી-લેવલ મોડલની કિંતમ જૂના જનરેશનથી 50 ડોલર વધુ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ MacRumors ના એનાલિસ્ટ Jeff Puએ જારી કર્યો છે. તેમણે જણાવ્યું કે, આઈફોન 12ના બેઝ-મોડલની કિંમત 749 ડોલર (આશરે 54,800 રૂપિયા) હોઈ શકે છે. મહત્વનું છે કે બેઝ મોડલમાં કંપની 5.4 ઇંચની  OLED ડિસ્પ્લે,  A14 ચિપસેટ, 5ડી કનેક્ટિવિટી અને ડ્યૂલ કેમેરા સેટઅપ જેવા ફીચર્સ મળી શકે છે. 


સેમસંગ ઇનબોક્સ ફોન ચાર્જર વિના વેચશે સ્માર્ટફોન, ભાવમાં ઘટાડો થવાની સંભાવના


આ હતી iPhone 11ની કિંમત
મહત્વનું છે કે પાછલા વર્ષે કંપનીએ iPhone 11 સિરીઝ લોન્ચ કરી હતી. ત્યારબાદ બેઝ મોડલની કિંમત 699 ડોલર રાખવામાં આવી હતી, જે iPhone XR થી 50 ડોલર ઓછી હતી. તો અન્ય એક ટિપ્સ્ટરે દાવો કર્યો છે કે આઈફોન 12ના બેઝ મોડલની કિંમત 649 ડોલર (આશરે 48800) રૂપિયા હોઈ શકે છે. 


આવશે ચાર મોડલ્સ
મહત્વનું છે કે કંપની આ સિરીઝ હેઠળ ચાર મોડલ્સ- આઈફોન 12, આઈફોન 12 મેક્સ, આઈફોન 12 પ્રો, આઈફોન 12 પ્રો મેક્સ આવશે. આ મોડલ્સ 5.4 ઇંચ, 6.1 ઇંચ અને 6.7 ઇંચના હશે. હાલમાં એક શોર્ટ વીડિયોમાં આ ફોનના ડમી દેખાડવામાં આવ્યા હતા. આઈફોન 12, આઈફોન 12 મેક્સમાં ડ્યૂલ કેમેરા સેટઅપ મળી શકે છે, તો આઈફોન 12 પ્રો, આઈફોન 12 પ્રો મેક્સમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube