નવી દિલ્હી: Apple ની iPhone 13 સીરીઝ લોન્ચ થઇ ચૂકી છે. ભારતમાં આ સીરીઝની પ્રી-બુકિંગ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. ચારેય નવા આઇફોન 24 થી ઉપલબધ થશે.  Apple એ સીરીઝમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને  iPhone 13 Pro Max મોડલ લોન્ચ કર્યા છે. ફોન ભલે મોંઘો છે, પરંતુ સસ્તામાં ખરીદવા માટે તમે ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો. iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને  iPhone 13 Pro Max તમને 8 હજાર રૂપિયા સસ્તો મળી શકે છે. આવો જાણીએ ચારેય ફોનની કિંમત અને ઓફર્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 13 સીરીઝની કિંમત
Apple ની iPhone 13 સીરીઝ 69,000 રૂપિયાથી શરૂ થઇને પ્રો મેક્સ માટે 1,29,900 રૂપિયા સુધી જાય છે. આઇફોન 13 મિનીના 128 જીબી વેરિએન્ટની કિંમત 69,000 રૂપિયા છે, જ્યારે 256 જીબીની કિંમત 79,900 રૂપિયા છે. 512 જીબી વર્જનની કિંમત 99,900 રૂપિયા છે. આઇફોન 13 128 જીબી સ્ટોરેજ માટે 79,000 રૂપિયા, 256 જીબી માટે 89,900 અને 512 જીબીના વિકલ્પ માટે 1,09,900 રૂપિયાથી શરૂ થાય છે. 

Mumbai માં કપડાં કાઢીને કિન્નરોનો આતંક, પોલીસને પણ છોડ્યા નહી, જાણો પછી શું થયું


આઇફોન 13 પ્રો સીરીઝ 128 જીબી વિકલ્પ માટે 1,19,900 ની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ છે, જ્યારે અન્ય સ્ટોરેજ વેરિન્ટમાં તેની કિંમત 1,29,900 રૂપિયા (256 જીબી), 1,49,900 રૂપિયા (512જીબી) અને 1,69,900  (1ટીબી) છે. પ્રો મેક્સ 128 જીબી સ્ટોરેજ માટે 1,29,900 રૂપિયા, 256 જીબી માટે 1,39,900  રૂપિયા, 512 જીબી માટે 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે. સૌથી મોંઘા આઇફોન 13 પ્રો મેક્સનું 1 ટીબી વર્જન છે, જેની કિંમત 1,79,900 રૂપિયા છે. 

65 હજાર રૂપિયાવાળો OnePlus 9 Pro મળી રહ્યો છે ફક્ત 3,152 રૂપિયાના સરળ હપ્તે


iPhone 13 Pro અને iPhone 13 Pro Max પર ઓફર્સ
એચડીએફસી બેંકના કાર્ડનો ઉપયોગ કરતાં આઇફોન 13 પ્રો અને આઇફોન  13 પ્રો મેક્સની ખરીદી પર સંભવિત ગ્રાહક 5,000 રૂપિયાના કેશબેકનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત સિલેક્ટેડ આઉટલેટ પર વધારાની એક્સચેંજ છૂટની ઓફર પણ કરવામાં આવશે. જૂનો હેન્ડસેટ આપીને નવા આઇફોનનું મોડલ ખરીદતા ત્રણ હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  


Apple એ iPhone 13 માટે ભારતમાં રેકોર્દ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા
વિશ્વનીય છૂટક વેપારી સૂત્રોએ મંગળવારે કહ્યું કે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલાઅ એપ્પલ આઇફોન 13 સીરીઝ, જેના માટે 17 સપ્ટેમ્બરના રોજ ભારતમાં પ્રી-ઓર્ડર શરૂ કરી દેવામાં આવ્યા હતા, આ ફોનને ગત વર્ષની માફક જ રેકોર્ડ પ્રતિક્રિયા મળી છે. ઉદ્યોગના વિશેષજ્ઞોના અનુસાર એપ્પલ પોતાના આઇફોન 13 સીરીઝ માટે ગત વર્ષની ફેસ્ટિવલ ત્રિમાસિકમાં આઇફોન 12ની માફક રન રેટ જોવા માટે તૈયાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube