નવી દિલ્હી: એપલ એક એવી સ્માર્ટફોન નિર્માતા કંપની છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. એપલ દર વર્ષે તેમના ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone નું નવું મોડલ લોન્ચ કરે છે. આ વર્ષે iPhone 13 લોન્ચ કર્યો હતો અને તેના લોન્ચ પહેલા જ 2022 માં લોન્ચ થનાર iPhone 14 ના ફીચર્સ લીક થવા લાગ્યા હતા. આજે અમે લેટેસ્ટ લીક વિશે તમને જણાવી રહ્યા છીએ જેમાં iPhone 14 ની ડિસ્પ્લેને લઇને એક ફીચર સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 ના નવા લીકે ઉડાવ્યા હોશ
ટેક પેજ ConceptsiPhone એ તાજેતરમાં એક ડિઝાઇન ટ્રેલર રજૂ કર્યું છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે iPhone 14 અને iPhone 14 Pro માં બે સ્ક્રીન હોઈ શકે છે. આ બંને ડિવાઈસ એક સેકન્ડરી સ્લાઇડર સ્ક્રીન સાથે આવી શકે છે. આ સાથે આ iPhone માં એર ચાર્જિંગ ટેક્નોલોજી પણ આવી શકે છે.


આ યોજનાથી થશે સૌથી મોટો ફાયદો, માત્ર પાંચ વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા


બે સ્ક્રીનના ફાયદા
જો તમે વિચારી રહ્યા હોવ કે એપલ સ્લાઇડર સ્ક્રીન શા માટે લાવી રહ્યું છે, તો તમને જણાવી દઈએ કે આ ફીચરની મદદથી એપલ પ્રયાસ કરી શકે છે કે યુઝર્સ બોટમ સ્ક્રીનને કીબોર્ડ અથવા ગેમના કંટ્રોલર તરીકે આરામથી ઉપયોગ કરી શકે. જેથી કરીને તમને સ્લાઇડર સ્ક્રીન પર સારી જગ્યા મળી શકે. મુખ્ય સ્ક્રીન ઉપરાંત, જો ત્યાં બે સ્ક્રીન હોય તો તમે એક જ સમયે પૂર્ણ સ્ક્રીનમાં બે એપ્સને ઍક્સેસ કરી શકશો.


'આશ્રમ'માં એક્ટ્રેસ કર્યું આ કામ કે ફેન્સના ઉડી ગયા હોશ, હવે કારણથી ફરી આવી ચર્ચામાં


iPhone 14 ને મળી શકે છે એર ચાર્જિંગ ટેક્નોલોજી
એર ચાર્જિંગ ટેક્નોલોજીનો અર્થ છે કે 2022 માં લોન્ચ થનારા iPhone માં યુઝર્સ કોઈપણ વાયર, ચાર્જિંગ કેબલ અથવા ચાર્જિંગ સ્ટેન્ડ વિના તેમના ફોનને ચાર્જ કરી શકશે. જો કે એપલે આ ફીચર વિશે પહેલેથી જ જણાવ્યું છે, પરંતુ આ નવી કોન્સેપ્ટ ડિઝાઇનમાં વધુ બેન્ડવિડ્થ સાથે ચાર્જિંગ પેડ આપવામાં આવ્યું છે, જે લાંબા અંતરથી પણ ફોનને ચાર્જ કરી શકશે.


iPhone 14 એ Apple નો આગામી iPhone લોન્ચ હોઈ શકે છે અને તે 2022 માં લોન્ચ થશે. હાલમાં કંપની તરફથી આ ફોન વિશે કોઈ માહિતી સામે આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube