નવી દિલ્લીઃ જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ ખૂબ જ ઓછું છે, તો હવે ચિંતા કરવાનું છોડી દો. હવે Apple iPhone SE માત્ર 12,799 રૂપિયામાં ખરીદી શકાય છે. આવો જણાવીએ કેવી રીતે આટલા સસ્તા ભાવે  iPhone મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone મળશે ભારે ડિસ્કાઉન્ટ-
Flipkart પર Month End Mobiles Fest સેલ ચાલુ છે. આ સેલમાં તમને સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન Apple, Samsung, Xiaomi, Oppo જેવી ઘણી કંપનીઓના સ્માર્ટફોન ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ ખૂબ જ ઓછું છે, તો આ ઓફર તમારા કામમાં આવી શકે છે. Apple iPhone SE માત્ર 12,799 રૂપિયામાં ખરીદી શકાય છે. 


40 હજારનો ફોન મળશે એકદમ સસ્તા ભાવે-
Apple iPhone SE 64GB સ્ટોરેજ વેરિઅન્ટની લોન્ચિંગ કિંમત 39,900 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં ફોન પર 10,601 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ફોન 29,299 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે પછી ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ પણ છે, જેના કારણે ફોનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.


iPhone SE પર બેંક પણ આપે છે ઓફર-
જો તમે ફોન ખરીદવા માટે IDFCના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 10 ટકાનું એક્સટ્રા ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે ફોનની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થશે. જેથી 40 હજારનો ફોન તમે 28,299 રૂપિયામાં ખરીદી શકશો.


એક્સચેન્જ ઓફરમાં પણ મળશે સારો લાભ-
iPhone SE પર 15,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો, તો તમને આટલું બધું છૂટ મળી શકે છે. પરંતુ 15,500 રૂપિયાની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારા જૂના ફોનની સ્થિતિ સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે સંપૂર્ણ છૂટ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 12,799 રૂપિયા હશે.