સસ્તા એન્ડ્રોઇડ ફોન કરતાં વધુ iPhone હેક થવાનો વધુ ખતરો, Apple ફોનધારી ધ્યાન દે
તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે હંમેશા સાંભળ્યું હશે કે સૌથી સુરક્ષિત ફોન Iphone છે. મોટાભાગ આપણે માનીએ છીએ કે સૌથી મોંઘા બ્રાંડ હોવાથી આઇફોનની સિક્યોરિટી ફીચર જ છે. પરંતુ કદાચ આ સમાચાર તમારી વિચારસણીને વિચલિત કરી શકે છે. ઇગ્લેંડમાં થયેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એન્ડ્રોઇડ બ્રાંડના મુકાબલે આઇફોન હેક થવાની સંભાવના 167 ગણી વધારે છે.
નવી દિલ્હી: તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે હંમેશા સાંભળ્યું હશે કે સૌથી સુરક્ષિત ફોન Iphone છે. મોટાભાગ આપણે માનીએ છીએ કે સૌથી મોંઘા બ્રાંડ હોવાથી આઇફોનની સિક્યોરિટી ફીચર જ છે. પરંતુ કદાચ આ સમાચાર તમારી વિચારસણીને વિચલિત કરી શકે છે. ઇગ્લેંડમાં થયેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એન્ડ્રોઇડ બ્રાંડના મુકાબલે આઇફોન હેક થવાની સંભાવના 167 ગણી વધારે છે.
ચોંકાવનારા આંકડા
ઇગ્લેંડમાં ફોન સાથે જોડાયેલા મુદ્દાને જોતાં કંપની કેસ24 ડોટ કોમના અનુસાર આ આંકડા ગુગલ સર્ચના વિશ્લેષણથી એકત્ર કરવામાં આવ્યા છે. તેમાં શોધકર્તાઓને જાણવા મળ્યું છે કે કેટલા નાગરિક વિભિન્ન મોબાઇલ ફોનને હેક કરવા માંગે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફક્ત 700 વાર આ વાત સર્ચ કરવામાં આવી છે કે સેમસંગના ફોનને કેવી રીતે હેક કરી શકાય. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે લગભગ 10,040 સર્ચ ફક્ત આ વાત પર હતા કે આઇફોન કેવી રીતે હેક કરવામાં આવે.
સૌથી રોચક વાત એ છે કે મોટાભાગના લોકો એન્ડ્રોઇડવાળા ફોન હેક કરવા વિશે જાણવામાં રસ દાખવતાં જ નથી. બધી બ્રાંડોને લઇને મહિને 100થી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. માત્ર 50 સર્ચ સાથે સોની સૌથી નીચલા ક્રમ પર છે.
બીજા સોશિયલ એકાઉન્ટ પણ હેક કરવામાં દિલચસ્પી
આ સાથે જ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વિશેષજ્ઞોને વધુ એક વાત જાણવા મળી છે કે લોકો બીજાના સોશિયલ એકાઉન્ટ પણ હેક કરવા માંગે છે. લગભગ 12310 બ્રિટીશ લોકો એ જાણવા માંગે છે કે અન્યના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને કેવી રીતે હેક કરવામાં આવે છે. આ સ્થાન પર સ્નૈપચેટ બીજા અને વોટ્સઅપ ત્રીજા ક્રમે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube