નવી દિલ્હી: લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ (Apple) પોતાના પ્રોડક્ટ્સને લઈને કોઈને કોઈ એક્સપેરિમેન્ટ કરતા જ રહે છે. એપલના ફ્લેગશિપ સ્માર્ટફોન, iPhones વિશ્વના સૌથી વધુ પ્રીમિયમ ફોનની યાદીમાં આવે છે અને દરેક નવા મોડલ સાથે કંઈક નવું લઈને આવે છે. ઘણા સમયથી માર્કેટમાં સમાચાર વહેતા થયા હતા કે Apple કાચના iPhone પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાચનો iPhone
તમને જણાવી દઈએ કે એપલે યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં ઓલ-ગ્લાસ iPhoneની પેટન્ટ ફાઈલ કરી છે અને તેની સાથે સાથે એક ઓલ-ગ્લાસ Apple Watch અને ઓલ-ગ્લાસ Mac Pro Tower વિશે પણ વાત જાણવા મળી છે. Patently Apple કહેવું છે કે એપલની આ પેટન્ટમાં એક એવા આઈફોનને દેખાડવામાં આવ્યો છે, જે છ બાજુઓથી કાચના બિડાણોથી ઘેરાયેલો છે. આવો જાણીએ આ પેટન્ટમાં બીજું શું કહેવામાં આવ્યું છે.


પેટન્ટ શું કહે છે
Patently Apple અનુસાર પેટન્ટની ભાષા ઘણી મુશ્કેલ છે, પરંતુ સમગ્ર પેટન્ટને જોતા એવું કહી શકાય કે આ સ્માર્ટફોન એક ગ્લાસ બોક્સ છે જે iPhoneના ફીચર્સ સાથે આવે છે. પેટન્ટ અનુસાર, આ ફોનમાં બે ગ્લાસ મેમ્બર હશે. આ ફોનના ગ્લાસ રીજન્સમાં 'ડીફોર્મેશન્સ' શોધી કાઢવા માટે Sk ખાસ ફોર્સ-સેન્સિંગ સિસ્ટમ સાથે આવી શકે છે, તેનું ડિસ્પ્લે એવું હશે કે તે આજુબાજુ દેખાશે.


તમને જણાવી દઈએ કે એપલ એક વર્ષમાં ઘણી પેટન્ટ ફાઇલ કરે છે, પરંતુ દરેક પેટન્ટ પર કામ કરીને તેને માર્કેટમાં લોન્ચ કરવું જરૂરી નથી. તેથી અત્યારે એ કહી શકાય નહીં કે એપલ ખરેખર કાચના આઈફોન પર કામ કરશે કે કેમ અને તે લોન્ચ થશે કે નહીં. અત્યાર સુધી એપલની ગ્લાસ વોચ અને મેક પ્રો ટાવર વિશે કોઈ માહિતી સામે આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube