Apple Launched Smart Water Bottle: જે જોશે એ જોતા જ રહેશે, ક્યાંય નહીં જોઈ હોય પાણીની આવી બોટલ!
દુનિયાની સૌથી દિગ્ગજ સ્માર્ટફોન બનાવતી કંપની એપલ પોતાના યુનિક પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. એપલના પ્રોડક્ટ્સ કોઈ શંકા વગર અન્ય કંપનીઓની સરખામણીએ થોડા મોંઘા હોય છે, પરંતુ તેમ છતા આ પ્રોડક્ટ્સ સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવે છે.
નવી દિલ્લીઃ દુનિયાની સૌથી દિગ્ગજ સ્માર્ટફોન બનાવતી કંપની એપલ પોતાના યુનિક પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. એપલના પ્રોડક્ટ્સ કોઈ શંકા વગર અન્ય કંપનીઓની સરખામણીએ થોડા મોંઘા હોય છે, પરંતુ તેમ છતા આ પ્રોડક્ટ્સ સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવે છે.
આઈફોન, મેકબુક, આઈપેડ અને હાલમાં લોન્ચ થયેલા એપલ ક્લોથ વિશે તો તમે જાણતા જ હશો. તેવામાં એપલે હાલમાં એક સ્માર્ટ વોટર બોટલ લોન્ચ કરી. તમને લાગતું હશે કે વોટર બોટલમાં એવું શું હશે કે લોકો ચોંકી ગયા. અસલમાં બોટલમાં આધુનિક ફીચર્સ તો છે પણ તેની સાથે તેની પ્રાઈસ સાંભળી લોકો દંગ રહી ગયા. એપલની આ બોટલનું નામ છે HidrateSpark. આવો જાણીએ આ બોટલ વિશે વધુ માહિતી.
Appleની HidrateSpark એક પાણીની બોટલ છે જે Appleના US સ્ટોર પર $59.95 એટલે કે 4,600 રૂપિયામાં લિસ્ટેડ છે. હાલમાં, આ બોટલ યુએસ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો કે હાલમાં અન્ય દેશોની બજારોમાં તેની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી નથી.
Apple HidrateSparkને સ્માર્ટ બોટલ એ માટે કહેવામાં આવે છે કારણ કે આમાં બ્લુટુથ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ બોટલ તમને તમારી પાણી પીવાની આદતને મોનિટર કરશે અને આ ડેટાને આઈફોન એપલ હેલ્થમાં મોકલે છે. આ બોટલને 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. પહેલું વેરિયન્ટ છે HidrateSpark Pro અને બીજું છે HidrateSpark Pro STEEL. બંનેના વેરિયન્ટની કિંમત 59.95 ડોલર અને 79.95 ડોલર છે.
HidrateSpark Pro STEEL બે રંગમાં ઉપલબ્ધ છે- સિલ્વર અને બ્લેક. આ બોટલમાં LED સેન્સર છે જેની સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી છે. બોટલનું પાણી પીવા માટે ફોન પર એલર્ટ પણ મોકલવામાં આવે છે. HidrateSpark Proને પહેલાના વેરિઅન્ટ જેવી સુવિધાઓ સાથે બ્લેક અને ગ્રીન કલરમાં ખરીદી શકાય છે.