Apple New Product: એપલ ખુબ જલ્દીથી પોતાનો નવો iPhone SE અને iPad લોન્ચ કરી શકે છે. આશા છે કે આ ડિવાઈસ એપ્રિલ સુધી આવી જશે. કંપની પોતાના યૂઝર્સ માટે કંઈકને કઈક નવું લાવતી રહે છે. નવા આઈફોનની સાથે કઈક એવું જ થવાની આશા છે. નવા આઈફોનમાં ઘણા ફેરફાર હોઈ શકે છે જેમાં તેમાં મોટી અને સારી ડિસ્પ્લે, ફેસ આઈડી અને USB-C પોર્ટ વગેરે મળી શકે છે. નવા iPhone SE નું નામ બદલીને iPhone 16E પણ કરવામાં આવી શકે છે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂમ બર્ગના માર્ક ગુરમનના મતે  Apple એપ્રિલ 2025 સુધી નવો iPhone SE અને iPad 11 લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટમાં પહેલા સૂચન આપ્યું હતું કે આ ડિવાઈસ iOS 18.3 અને iPadOS 18.3ની સાથે લોન્ચ થશે, પરંતુ ગુરમનને સ્પષ્ટ કર્યું કે પ્રોડક્ટ્સને એક જ સોફ્ટવેર ટ્રેન પર ડેવલોપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની રિલીઝ અપડેટની સાથે મેળ ખાઈ શકે તેમ નથી. જેના લીધે ગુરમને કહ્યું કે એપલ iOS 18.4થી પહેલા રિલીઝની યોજના બનાવી રહ્યું છે.


X પર કરી પોસ્ટ
માર્ક ગુરમનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના વિશે જાણકારી આપી છે. તેમણે પોસ્ટ કરતા લખ્યું છે કે હા નવો આઈપેડ અને આઈફોન SE રિપ્લેસમેન્ટ iOS 18.3 ટ્રેન પર ડેવલપ કરવામાં આવી રહ્યું છ. પરંતુ તેનો મતલબ એ નથી કે તે આ મહિને એક સાથે લોન્ચ થશે. તેનો મતલબ છે કે જો બધુ સમુસૂતરું રહેશે તો આ iOS 18.4થી પહેલા, એપ્રિલ સુધી લોન્ચ થશે.


Appleના બજેટ iPhone લાઇનઅપમાં ફેરફાર
મામલા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર iPhone SE 4નું નામ બદલીને iPhone 16E કરી શકાય છે. નામ અંગેની અટકળો ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો યુઝર ફિક્સ્ડ ફોકસ ડિજિટલથી શરૂ થઈ હતી અને બાદમાં લીકર માજીન બુ ઓન X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતી) દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે, એપલની અફવાઓ સાથે કોઈ પણ સ્ત્રોત પાસે સ્થાપિત ટ્રેક રેકોર્ડ નથી. iPhone ને iPhone SE 4 ને બદલે iPhone 16e નામ આપવામાં આવી શકે છે. જો આવું થાય છે, તો તે Appleના બજેટ iPhone લાઇનઅપમાં નોંધપાત્ર ફેરફાર હશે.


હોઈ શકે છે ઘણા મોટા અપડેટ્સ 
iPhone SEમાં ઘણા ફેરફારો થઈ શકે છે. તેની ડિઝાઇન iPhone 14 જેવી હોઈ શકે છે. ફોનમાં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે મળી શકે છે. સુરક્ષા માટે ઉપકરણમાં ફેસ આઈડી પ્રમાણીકરણ સુવિધા પણ હોઈ શકે છે અને જૂના લાઈટનિંગ કનેક્ટરની જગ્યાએ USB પ્રકાર પોર્ટ પ્રદાન કરવામાં આવી શકે છે.