Apple Planing to start Subscription Based Sevirces in india: જો તમે આઇફોન યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આગામી દિવસોમાં આઇફોનની સર્વિસ અને હાર્ડવેર માટે મંથલી સબ્સક્રિપ્શન લેવું પડશે. રિપોર્ટ્સ અનુસાર કંપની પોતાના એપલ વન (Apple One) ફીચરની પુરી સર્વિસને જ સબ્સક્રિપ્શન બેસ્ડ બનાવવાની તૈયારીમાં છે.  જો આમ થાય છે તો તેની અસર ખિસ્સા પર પણ પડશે. જોકે સબ્સક્રિપ્શનના બદલે કંપની યૂઝર્સને ઘણા પ્રકારની સ્પેશિયલ સુવિધાઓ પુરી પડશે. આવો આજે વિસ્તારપૂર્વક એપલ સબ્સક્રિપ્શન સાથે જોડાયેલા પાસાઓની વાત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ શરૂ કરી તેને લઇને તૈયારી
બજારમાં હાલમાં એપલના સબ્સક્રિપ્શનને લઇને ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે Apple પોતાના iPhone 14 સીરીઝને લોન્ચ કરતી વખતે મંથલી સબ્સક્રિપ્શન પ્લાનની જાહેરાત કરી શકે છે. પરંતુ તેણે ન કર્યું. તેનો અર્થ કંપની એવું કંઇ નહી કરે. તો બીજી તરફ કેટલાક સૂત્રોનું કહેવું છે કે આગામી કેટલાક મહિનામાં માસિક સબ્સક્રિપ્શનની સુવિધા શરૂ થઇ જશે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે તેને સંપૂર્ણપણે અફવા ગણાવે છે, પરંતુ વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો કંપની આ કોન્સેપ્ટ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને લાગૂ કરી શકે છે. 

Apple iOS 16 update: આજથી મળશે iOS 16 update, જુઓ ખૂબીઓ, જાણો કયા iPhone છે એલિજિબલ


માસિક સબ્સક્રિપ્શનનો કેવી રીતે મળશે ફાયદો
- ચોક્કસ મંથલી સબ્સક્રિપ્શન મોડલ તેના કસ્ટમર્સના ખિસ્સા પર ભાર નાખશે, પરંતુ તેના ઘણા ફાયદા પણ છે જેને યૂઝર્સ સીધો ફાયદો ઉઠાવી શકે છે. સબ્સક્રિપ્શનના ફાયદા આ પ્રકારે છે...
- આ સાથે, ગ્રાહક દર મહિને નજીવો ચાર્જ આપીને iPhones અથવા એપલની બીજી એક્સેસરીઝ ખરીદી શકે છે. 
- ગ્રાહક ના ફક્ત હાર્ડવેર અથવા એક્સેસરીઝ માટે પરંતુ એપલ સાથે જોડાયેલી દરેક સર્વિસ માટે આ ચૂકવણી કરશે. 
- તેનાથી ફોનની રિપેરીંગમાં સમસ્યા આવશે નહી. 


કંપનીએ મંગળવારે લોન્ચ કર્યું iOS 16
તમને જણાવી દઇએ કે ગત 1 અઠવાડિયાથી એક્શનમાં છે. પહેલાં કંપનીએ આઇફોન 14ને લોન્ચ કર્યો. ત્યારબાદ કંપનીએ મંગળવારે iOS 16 વર્જનને પણ યૂઝર્સ માટે રિલીઝ કરી દીધું. હવે તેના સબ્સક્રિપ્શન પ્લાનને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube