Apple iOS 16 update: આજથી મળશે iOS 16 update, જુઓ ખૂબીઓ, જાણો કયા iPhone છે એલિજિબલ

Apple iOS 16 update: આજથી એપ્પલે આઇફોનના જૂના મોડલ માટે પણ Apple iOS 16 update આપવાનું શરૂ કરી દીધું છે. iOS 16 અપડેટને ઘણા નવા ફીચર્સ સાથે લાવવામાં આવી રહ્યું છે. 

Apple iOS 16 update: આજથી મળશે iOS 16 update, જુઓ ખૂબીઓ, જાણો કયા iPhone છે એલિજિબલ

Apple iOS 16 update: Apple એ ગત અઠવાડિયે પોતાની Far Out ઇવેંટમાં iPhone 14 સીરીઝના 4 મોડલ લોન્ચ કર્યા હતા. કંપની iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max લોન્ચ કર્યા છે. આ તમામ આઇફોન, એપ્પલ લેટેસ્ટ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે iOS 16 સાથે આવશે. પરંતુ આજથી એપ્પલે આઇફોનના જૂના મોડલ માટે પણ Apple iOS 16 update આપવાનું શરૂ કરી દીધું છે. iOS 16 અપડેટને ઘણા નવા ફીચર્સ સાથે લાવવામાં આવી રહ્યું છે. 

Apple iOS 16 update ખૂબીઓ 
iPhone યૂઝર્સ હવે સ્ક્રીન પર પોતાની ગેલરીથી ફોટાનો ઉપયોગ કરીને પોતાના લોક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકે છે.
તે વિજેટ સ્ક્રીન પર લગાવી શકે છે જેમાં હવામાન, સ્મય અને તારીખ, બેટરી, અપકમિંગ કેલેન્ડર ઇવેંટ અને અન્ય વસ્તુઓ સામેલ છે.
iPhone યૂઝર્સ પોતાના મનપસંદ ઇમોજીના આધારે પેટર્નવાળી લોક સ્ક્રીન પણ બનાવી શકે છે. 
કોઇપણ મેસેજને મોકલ્યા બાદ 15 મિનિટની અંદર એડીટ પણ કરી શકાય છે. 
યૂઝર્સ કોઇપણ મેસેજને મોકલ્યા બાદ બે મિનિટની અંદર અનસેંડ પણ કરી શકે છે. 
તેમાં પાસકી છે જે પાસવર્ડને સરળ અને સેફ સાઇન-ઇન બનાવી દે છે.
ખાસ વાત એ છે કે iPhone 14 મોડલ ઉપરાંત iOS 16 આજથી જૂના iPhone મોડલો પર પણ આવશે. અમે તે તમામ iPhone મોડલની યાદી આપી છે, જેને આજથી આ iOS 16 અપડેટ મળવાની છે. 

iPhone મોડલ જેમને iOS 16 અપડેટ મળશે

— iPhone 14
— iPhone 14 પ્લ્સ
— iPhone 14 પ્રો
— iPhone 14 પ્રો મેક્સ
— iPhone 13
— iPhone 13 મિની
— iPhone 13 પ્રો
— iPhone 13 પ્રો મેક્સ
— iPhone 12
— iPhone 12 મિની
— iPhone 12 પ્રો
— iPhone 12 પ્રો મેક્સ
— iPhone 11
— iPhone 11 પ્રો
— iPhone 11 પ્રો મેક્સ
— iPhone એક્સએસ
— iPhone એક્સએસ મેક્સ
— iPhone એક્સઆર
— iPhone એક્સ
— iPhone 8
— iPhone 8 પ્લ્સ
— સેકન્ડ જનરેશનના  iPhone SE

કેવી રીતે ખબર પડશે તમને iOS 16 અપડેટ મળી છે. 

આ તપાસવા માટે શું તમને તમારા  iPhone પર  iOS 16 અપડેટ મળી છે, અહીં તમને આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. 

તમારા iPhone પર સેટિંગ એપ ખોલો
નીચે સ્ક્રોલ કરો અને સામાન્ય વિકલ્પ પર ટેપ કરો
ત્યારબાદ સોફ્ટવેર અપડેટ ઓપ્શ્ન પર ટેપ કરો
જો તમારા iPhone મોડલને  iOS 16 અપડેટ મળી છે, તો તમને તેને તમારા iPhone પર ઇંસ્ટોલ કરવાનો વિકલ્પ મળશે. 

જો તમને તમારા iPhone પર  iOS 16 મળી છે, તો નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે iPhone પર  iOS 16 અપડેટને ઇંસ્ટોલ કરી શકો છો. 

તમે  iPhone પર સેટિંગ એપ ખોલો
નીચે સ્ક્રોલ કરો અને સામાન્ય વિકલ્પ પર ટેપ કરો
ત્યારબાદ સોફ્ટવેર અપડેટ ઓપ્શ્ન પર ટેપ કરો
ડાઉનલોડ અને ઇંસ્ટોલ વિકલ્પ પર ટેપ કરો
પ્રોસેસને પુરી કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news