iPhone યૂઝર્સ માટે iOS 18.1 અપડેટ; મળશે બગથી છુટકારો, જાણો કેવી રીતે ઇન્સ્ટોલ કરશો
Apple iOS 18.1 Update: એપલે થોડા સમય પહેલા iOS 18 રિલીઝ કર્યું હતું. હવે ત્રણ અઠવાડિયા પછી Appleએ iPhone યૂઝર્સ માટે આ અપડેટ રોલઆઉટ કર્યું છે.
Apple iOS 18.1 Update: એપલે થોડા સમય પહેલા iOS 18 રિલીઝ કર્યું હતું. હવે ત્રણ અઠવાડિયા પછી Apple એ iPhone યૂઝર્સ માટે ફરી નવું આ અપડેટ રોલઆઉટ કર્યું છે. આ અપડેટ બગ ફિક્સ સિવાય ફોનમાં કેમેરાની સમસ્યાઓ પણ ઠીક કરી છે. આ સિવાય iPhone 16 પર માઇક્રોફોન એક્સેસ અને પાસવર્ડ એપ એક્સેસ માટે પણ ફિક્સ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી
આ મળ્યું અપડેટ
Apple iOS 18.1 બિલ્ડ નંબરને 22A3370 પર અપડેટ કરે છે. આ અપડેટ તે બધા iPhone મોડલ્સ માટે છે જે તેના માટે એલિજિબલ છે. કંપનીએ કહ્યું છે કે આ નવું અપડેટ તમારા iPhoneમાં બગ ફિક્સ અને સુરક્ષા પ્રદાન કરશે.
તેના સિવાય આ નવા અપડેટમાં iPhone 16 અને iPhone 16 Pro મોડલ્સ પર ટચસ્ક્રીન અન રિસ્પોન્સિવ થવા જેવી સમસ્યાથી પણ છુટકારો મળી ગયો છે. આટલું જ નહીં iPhone 16 Pro મોડલમાં HDR બંધ હોય ત્યારે 4K માં અલ્ટ્રા વાઈડ કેમેરા પર મેક્રો મોડ વીડિયો રેકોર્ડ કરતી વખતે કેમેરા ફ્રીઝ જેવા અપડેટ્સ પણ પ્રાપ્ત થયા છે.
હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર
નવા અપડેટમાં શું શું મળ્યું નવું?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવા અપડેટમાં ઘણી વસ્તુઓ જોવા મળી છે. આમાં iPhone 16ના તમામ મોડલ્સ માટે મીડિયા સેશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. Messages માં ઑડિયો મેસેજ મોકલતી વખતે માઈક્રોફોન ઈન્ડીકેટર એક્ટિવ થાય તે પહેલા થોડીક સેકેન્ડનો ઓડિયો કૅપ્ચર કરતો હતો. આ હવે ઠીક કરવામાં આવ્યું છે. સાથે iPhone XS અને તેના પછીના વર્ઝનમાં પાસવર્ડ માટે બગ ફિક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
કેમ વનવાસમાં પાંડવોને નહોંતું ખૂટતુ ભોજન? જાણો યુધિષ્ઠિર પાસે એવું કયું પાત્ર હતું?
iOS 18.1 કેવી રીતે ઈન્સ્ટોલ કરો
આ નવા અપડેટને ઈન્સ્ટોલ કરવું પણ ખુબ સરળ છે. તેના માટે પોતાના iPhone ના સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ અહીં General પર ટેપ કરો અને પછી Software Update પર ટેપ કરો. ક્લિક કરતા જ અપડેટ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે અને ઈન્સ્ટોલ પણ થઈ જશે.