Apple ભારતમાં ખોલવા જઈ રહ્યું છે રિટેલ સ્ટોર્સ, કર્મચારીઓની ભરતી શરૂ, મળશે અનેક નોકરીઓ
Apple Inc કંપનીએ હવે ભારતમાં તેના રિટેલ સ્ટોર્સ માટે કર્મચારીઓની ભરતી કરવાનું શરૂ કર્યું છે. કંપની દેશમાં મોટી સંખ્યામાં રિટેલ સ્ટોર ખોલવા જઈ રહી છે.
Apple Inc: દુનિયાભરમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કેટેગરીમાં એપલ આઈફોનનું નામ પહેલા આવે. લોકો તેને એટલે પસંદ કરી રહ્યાં છે કારણ કે તે યુઝર્સને હાઈ સિક્યોરિટી અને શાનદાર પ્રીમિયમ ફીચર્સ આપે છે. પરંતુ આજ ફોનને બહારની ઈમપોર્ટ કરતા ભારતમાં તેના ભાવ આસ્માને પહોંચી જાય છે. આ કારણે લોકો ઈચ્છે તો પણ ઘણીવાર આઈફોન નથી ખરીદતા. ઉંચા ભાવ પાછળનું મુખ્ય કારણ એક જ છે કે ફોનને બહારથી મગાવવો પડે છે. પરંતુ આજ સમસ્યાનું સમાધાન જલ્દ આવી રહ્યું છે. કારણ કે એપલ ભારતમાં પોતાના રિટેલ સ્ટોર ખોલવા જઈ રહ્યું છે. આવો જાણીએ આ વિશે વધુ માહિતી.
આજે, વિશ્વભરની ઘણી ટેક કંપનીઓ તેમના કર્મચારીઓને છટણી કરી રહી છે. ધીરે ધીરે આ મોટી કંપનીએ એક અથવા બીજા કારણોસર કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી રહ્યાં છે. ફેસબૂક, ટ્વિટર, એમેઝોન જેવી મોટી કંપનીઓ વૈશ્વિક આર્થિક મંદીના ડરથી તેમના ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, Apple (Apple Inc) ભારતમાં તેનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Apple દેશની અંદર મોટી સંખ્યામાં તેના રિટેલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Apple કંપનીએ આ માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી દીધી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Apple Inc ભારતમાં રિટેલ સ્ટોર્સ માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી રહી છે. કંપનીની અન્ય જગ્યાઓ ભરવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ ટેક કંપની ભારતમાં મોટી સંખ્યામાં સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપનીનું કારકિર્દી પૃષ્ઠ ભારતમાં કામદારો માટે ઘણી તકોની યાદી આપે છે. આ યાદીમાં બિઝનેસ એક્સપર્ટ, 'જીનીયસ', ઓપરેશન એક્સપર્ટ અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ
લાંબા સમયનું આયોજન
Appleની વેબસાઈટ અનુસાર, હાલમાં કંપની ભારતમાં નોકરીની જગ્યાઓ માટે 100થી વધુ પરિણામો બતાવી રહી છે. મુંબઈ અને નવી દિલ્હી જેવા દેશના વિવિધ સ્થળો માટે કેટલીક છૂટક નોકરીની ભૂમિકાઓ પોસ્ટ કરવામાં આવી હતી. કંપની લાંબા સમયથી ભારતમાં ફિઝિકલ રિટેલ સ્ટોર સ્થાપવાનું આયોજન કરી રહી છે, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન બજારોમાંનું એક છે. જ્યારે કંપનીએ 2020માં ડાયરેક્ટ ઓનલાઈન સેલ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
ભારતમાં ઉત્પાદન શરૂ થયું-
આપને જણાવી દઈએ કે Apple Incએ ભારતમાં તેના ઉત્પાદનમાં iPhoneની નવી સિરીઝ 14 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પગલાને ભારતમાં કંપની માટે માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે. ચેન્નાઈમાં ફોક્સકોન યુનિટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્થાનિક ભારતીય બજાર માટે iPhone 14 સિરીઝના સ્માર્ટફોનને એસેમ્બલ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં, ફોક્સકોન સાથેની ભાગીદારીમાં ભારતમાં બનેલા 80 ટકાથી વધુ iPhone સ્થાનિક માંગને સંતોષે છે.
આ પણ વાંચો: ઉંમરની પહેલાં જ થઈ રહ્યા છે સફેદ વાળ? તો આ દેશી ઉપચારથી મળશે મદદ
આ પણ વાંચો: 4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો અને ખાવાના શોખિન છો તો આ ખાવાનો ટેસ્ટ કરી લેજો,આંગળીઓ ચાટતા થઈ જશો
ચીનમાં Apple iPhonesનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. હજારો કામદારોને કોવિડ-19ને નિયંત્રિત કરવા માટે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ પહેલા ચીનના શહેર ઝેંગઝૂમાં ફોક્સકોનની ફેક્ટરી છોડવાનું કહેવામાં આવ્યું હતું. ફોક્સકોને નવા કર્મચારીઓને આકર્ષવા અને હાલના કર્મચારીઓને જાળવી રાખવા માટે બોનસની ઓફર પણ કરી હતી.
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube