નવી દિલ્હીઃ કેવિયર (Caviar)કંપની સોના કે હીરાથી સજાવેલા સુંદર iPhones બનાવવા માટે જાણીતી છે. ક્યારેક તે સેમસંગના ફોન પ બનાવે છે. તેણે હવે એપલના નવા વિઝન પ્રો હેડસેટથી પ્રેરિત થઈ iPhone 15 Pro અને 15 Pro Max ના ખાસ વર્ઝન બનાવ્યા છે. આ ખાસ ફોનમાં વિઝન પ્રો હેડસેટ જેવી કેટલીક વસ્તુ દેખાય છે, પરંતુ તેની કિંમત ખુબ વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple Vision Pro થી ઈન્સ્પાયર્ડ iPhone 15 Pro સિરીઝ
કેવિયરનું કહેવું છે કે આ ખાસ ફોન શાનદાર વસ્તુના શોખીન લોકો માટે બનાવવામાં આવ્યો છે, જેમાં જાણીતી ડિવાઇસ અને મશીનોથી પ્રેરણા લેવામાં આવી છે. આ સાથે કેવિયરે ટેસ્લાના સાઇબર ટ્રેકથી પ્રેરિત Samsung S24 Ultra પણ લોન્ચ કર્યો છે. Apple Vision Pro ની થીમવાળા આ iPhone 15 Pro માં હેડસેટ તરફથી ગોળ વેન્ટ્સ અને ઉતર તરફ ઓરેન્જ કલરની ડિઝાઇન છે. 



નીચે તરફની ડિઝાઇન, વિઝન પ્રોની સામેવાળા ભાગ જેવો દેખાય છે. પ્રથમ નજરમાં લગભગ આ વસ્તુ એક જેવી ન લાગે, પરંતુ જો તમે એપલ હેડસેટના દીનાના છો તો તમને આ સમાનતાઓ જોવા મળશે. આ ડિઝાઇન iPhone 15 Pro માં પણ જોવા મળે છે, તો તમે બંનેમાંથી કોઈ પણ ફોન પસંદ કરી શકો છો. આ બંને અત્યાર સુધીના સૌથી દમદાર આઈફોન છે. 



કેટલી છે કિંમત
કરિયર દ્વારા બનાવવામાં આવેલા આ આઈફોનની કિંમત વધુ છે. Apple Vision Pro થી પ્રેરિત આ iPhone 15 Pro ની શરૂઆતી કિંમત  $8,060 છે, જે ભારતીય રૂપિયામાં 6,68,000 થાય છે.



આ કેવિયરના ફ્યૂચર કલેક્શનનો ભાગ છે. આ કલેક્શનમાં ટેસ્લાના સાઇબરટ્રકથી પ્રેરિત સેમસંગ એસ24 અલ્ટ્રા પણ સામેલ છે. આ સાથે અબુધાબીના રાજા અને યુએઈના બીજા રાષ્ટ્રપતિની ખાનગી યાટથી પ્રેરિત આઈફોન 15 પ્રો સિરીઝની ઇમિર એડિશન પણ છે. આ સિવાય મેગન્નમ આઈફોન 15 પ્રો સિરીઝમાં રોલ્સ રોયલ ફેન્ટમ જેવી ડિઝાઇન છે અને સ્કાઈલાઈન આઈફોન 15 પ્રો સિરીઝને જાણીતા આર્કિટેક્ટ અને ડિઝાઇનર જહા હદીદથી પ્રેરિત થઈને બનાવી છે.