નવી દિલ્હી : આઇફોન Xનો ક્રેઝ તો દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં આ ફોનને જબરદસ્ત પ્રી બુકિંગ મળ્યું છે. ભારતમાં હાલમાં આ ફોનની કિંમત 89000 રૂ. છે પણ એને રિપેર કરવાની કિંમત પણ ઘણી વધારે છે એની ભાગ્યે જ કોઈને ખબર છે. 89000 રૂ.થી માંડીને એક લાખ રૂ. સુધી મળતો આ આઇફોન X લોકપ્રિય તો બહુ થયો છે પણ એને સંભાળીને રાખવાનું કામ બહુ મુશ્કેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપલનો ખોટો દાવો
આઇફોન Xમાં એપલે શ્રેષ્ઠ ગ્લાસ લગાવવાનો દાવો કર્યો હતો પણ હકીકતમાં આ ફોન બહુ જ નબળો છે. એપલનો દાવો એક ટેસ્ટમાં ખોટો સાબિત થયો છે. હકીકતમાં ગેજેટ વોરંટી કંપની SquareTrade દ્વારા આઇફોનનો ડ્રોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એણે ફોનને બહુ ડેલિકેટ તેમજ 'Most Breakable iPhone Ever'નો ખિતાબ આપ્યો છે એટલે આ ફોન ખરીદતા પહેલાં ખાસ વિચારી લેજો.



સ્ક્રેચ ટેસ્ટમાં પાસ પણ ડ્રોપ ટેસ્ટમાં નાપાસ
SquareTrade સિવાય બીજી અન્ય ટેક વેબસાઇટ Cnet દ્વારા પણ આઇફોન Xનો ડ્રોપ ટેસ્ટ કરવામાં આ્વ્યો હતો. આ ટેસ્ટમાં હકીકત ખબર પડી છે કે જો આ ફોન ત્રણ ફૂટની ઉંચાઈથી પડે તો પહેલીવારમાં જ એની કિનારી પર હળવી ક્રેક પડી જાય છે. જોકે આ ફોન પર સ્ક્રેચ નથી પડતા પણ ડોપ ટેસ્ટમાં ફોન નિષ્ફળ સાબિત થયો છે.


બીજી પણ સમસ્યાઓ 
આઇફોન Xનો ફ્રીઝ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં આઇફોન X સદંતર નિષ્ફળ સાબિત થયો હતો. આઇફોન X રિપેર કરવામાં પણ સૌથી મોંઘો સ્માર્ટફોન સાબિત થયો છે. હાલમાં એક ટ્વીટના આધારે મળતી માહિતી પ્રમાણે  આઇફોન Xની સ્ક્રીન રિપેર કરવાની કિંમત ભારતમાં 41600 રૂ. થશે. આમ, આઇફોન X ખરીદતા પહેલાં આ મુદ્દો ખાસ ચકાસી લો.