Mahindra ની સૌથી લોકપ્રિય SUV નજર લાગે એવા નવા લુક સાથે થશે લોન્ચ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી મહિને તેની લોકપ્રિય SUV બોલેરોનું નવું ફેસલિફ્ટ વેરિયન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. બોલેરોની લોકપ્રિયતા લગભગ 2 દાયકાથી યથાવત છે. બોલેરોને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
નવી દિલ્હી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી મહિને તેની લોકપ્રિય SUV બોલેરોનું નવું ફેસલિફ્ટ વેરિયન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. બોલેરોની લોકપ્રિયતા લગભગ 2 દાયકાથી યથાવત છે. બોલેરોને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
નવો હશે આ બોલેરોનો લુક-
ઓટો ઉદ્યોગ પર કેન્દ્રિત પોર્ટલ Rushlane અનુસાર, Mahindra બોલેરોના આ ફેસલિફ્ટ વેરિયન્ટમાં કેટલાક મામૂલી ફેરફારો કરવા જઈ રહી છે. કંપની આ લોકપ્રિય મોડલમાં સતત ફેરફાર કરી રહી છે. હવે નવા અપડેટમાં કંપનીએ લુક પર કામ કર્યું છે. કંપનીએ બોલેરોના ફેસલિફ્ટ વેરિયન્ટમાં ફ્રન્ટ લુક બદલ્યો છે. આ સિવાય કંપની ઉપલબ્ધ કલર ઓપ્શનમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે.
Kissing Scene દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી
કેબિનમાં નહીં હોય કોઈ ફેરફાર-
અહેવાલો અનુસાર, આ લોકપ્રિય SUVની કેબિન પહેલા જેવી જ રહેવાની આશા છે. કંપની તેમાં બ્લૂટૂથ એનેબલ્ડ ઓડિયો સિસ્ટમને પણ યથાવત રાખવા જઈ રહી છે, જેમાં AUX અને USBને કનેક્ટ કરવાની સુવિધા હશે. આ સિવાય બોલેરો ફેસલિફ્ટમાં સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, કીલેસ એન્ટ્રી અને મેન્યુઅલ એર કન્ડિશનિંગ જેવા ફીચર હશે.
Priyanka Chopra બ્રા પહેર્યા વિના એવોર્ડ ફંક્શનમાં પહોંચી, ખુલ્લા જેકેટમાં વારંવાર બચાવવી પડી લાજ
વધી જશે બોલેરોની કિંમત-
સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એન્ટી-લોક બ્રેક્સ, ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન, રિયર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ અને સીટ બેલ્ટ રિમાઈન્ડરનો સમાવેશ થાય છે. આ કારમાં એન્જીન જૂની બોલેરો જેવું જ 1.5 લિટર ડીઝલ એન્જીન હોવાનું અનુમાન છે. કંપની તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપી શકે છે. તેની કિંમતો (Bolero Facelift Price) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની તેમાં થોડો વધારો કરી શકે છે.
લોન્ચિંગમાં થઈ ચુક્યો છે વિલંબ-
મહિન્દ્રા પહેલાથી જ બોલેરો ફેસલિફ્ટ લોન્ચ કરવા જઈ રહી હતી. વર્તમાન ચિપની અછતને કારણે તેના લોન્ચમાં વિલંબ થયો છે. આ પછી, કંપની 2024-25માં બોલેરોની નવી જનરેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેને થારમાં ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ પર વિકસાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube