Kissing Scene દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી

બોલિવુડનું પાવર કપલ કહેવાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ 24 ડિસેમ્બરે રિલીઝ થનારી રણવીર સિંહની ફિલ્મ '83' છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં છે. 

Kissing Scene દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી

નવી દિલ્હી: બોલિવુડનું પાવર કપલ કહેવાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ 24 ડિસેમ્બરે રિલીઝ થનારી રણવીર સિંહની ફિલ્મ '83' છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં છે. 

ખાસ વાત એ છે કે દીપિકા અને રણવીરના લગ્ન બાદ આ પહેલી ફિલ્મ છે જેમાં આ બંને સ્ટાર્સ સાથે જોવા મળશે. પરંતુ આજે અમે તમને રણવીર અને દીપિકાના કિસિંગ સીન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવીશું. આ કિસ્સો ત્યારનો છે જ્યારે બંનેએ પોતાના સંબંધોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડાયરેક્ટરના કટ બાદ પણ બંને એકબીજાને કિસ કરતા રહ્યા.

પહેલીવાર સાથે જોવા મળ્યા 'ગોલિયોં કી રાસલીલા રામલીલા'માં 
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર 2013માં આવેલી ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામલીલા' માં મોટા પડદા પર સાથે જોવા મળ્યા હતા. બંનેની લવસ્ટોરી આ ફિલ્મથી શરૂ થઈ હતી અને ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

કિસિંગ સીને કર્યો હતો પ્રેમનો ખુલાસો
આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે જબરદસ્ત કિસિંગ સીન્સ આપ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એક કિસિંગ સીન હતો જેણે આ બંનેની લવ સ્ટોરીનો ખુલાસો કર્યો હતો. આ વાતનો ખુલાસો આ ફિલ્મના એક ક્રૂ મેમ્બરે કર્યો હતો. ક્રૂ મેમ્બરે કહ્યું- 'અંગ લગા દે રે ગીતનું શૂટિંગ કરતી વખતે ડિરેક્ટર કટ બોલ્યા પછી પણ બંને કિસ કરતા રહ્યા હતા.'

કટ કહ્યા પછી પણ કરતા રહ્યા Kiss 
ક્રૂ મેમ્બરે કહ્યું- ગીતમાં બંનેનો કિસિંગ સીન હતો. સીન પૂરો થયા બાદ સંજય લીલા ભણસાલીએ કટ કહ્યું. કટ કહ્યા પછી પણ બંને એકબીજાને કિસ કરતા રહ્યા. તે સમયે શૂટિંગ દરમિયાન 50 લોકો ત્યાં હાજર હતા. આ બંનેને જુસ્સાથી કિસ કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને થોડીવાર બધા શાંત પણ રહ્યા. તે સમયે બધાને ખબર પડી ગઈ હતી કે બંને એકબીજાને પ્રેમ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news