Tata Tiago CNG & Tigor CNG AMT Price List: ગેરવાળી ગાડીના લફરાં ગયા ભાઈ...હવે જમાનો આવ્યો છે ઓટોમેટિક ગાડીનો. સેલ માર્યો અને ગાડી ચાલુ, જ્યાં જવુું હોય ત્યાં આપણે ખાલી સ્ટેરિંગ જ સંભાળવાનું. સ્પીડ કંટ્રોલ કરતા ગેરબોક્સની મગજમારી હવે નહીં રહે. ટાટાએ માર્કેટમાં મુકી છે દેશની પહેલી ઓટોમેટિક સીએનજી ગાડી. એવા ઘણા લોકો હશે કે જેઓ CNG કાર ખરીદવા માંગે છે. પણ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપશન ન હોવાને લીધે લોકો વિચાર માંડી વાળતા હતા. જોકે, હવે તમારું આ સપનું ટાટા સાકાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ વેરિયન્ટનું પ્રાઈઝ લિસ્ટઃ
-- Tiago iCNG AMT, XTA- રૂ 7,89,900 (એક્સ-શોરૂમ)
-- Tiago iCNG AMT, XZA Plus- રૂ 8,79,900 (એક્સ-શોરૂમ)
-- Tiago iCNG AMT, XZA Plus DT- રૂ 8,89,900 (એક્સ-શોરૂમ)
-- Tiago iCNG AMT, XZA NRG, રૂ 8,79,900 (એક્સ-શોરૂમ)
-- Tigor iCNG AMT, XZA- રૂ 8,84,900 (એક્સ-શોરૂમ)
-- Tigor iCNG AMT, XZA Plus- રૂ 9,54,900 (એક્સ-શોરૂમ)


ટાટાએ તેના Tiago અને Tigor CNG સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ રજૂ કર્યો છે. આ દેશની પહેલી એવી કાર છે જેમાં CNG સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. Tata Tiago CNG AMTની કિંમત રૂ. 7.90 લાખથી શરૂ થાય છે, જે વધીને રૂ. 8.78 લાખ થાય છે. જ્યારે, Tata Tigor CNG AMTની કિંમત 8.85 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 9.55 લાખ રૂપિયા સુધી જાય છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ છે. Tata Tiago CNG AMT સાથે 4 વેરિયન્ટ્સમાં આવે છે જ્યારે Tigor CNGમાં AMT સાથે બે વેરિઅન્ટ્સ છે.


AMTના ઉમેરા માટે ટાટાના પાવરટ્રેન સ્પેક્સમાં કોઈ ચેન્જ કરાયો નથી. બંનેમાં સમાન 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન છે, જે CNG પર 73bhp જનરેટ કરે છે. જોકે, ટિયાગોમાં તે 103 Nm ટોર્ક જનરેટ કરે છે જ્યારે ટિગોરમાં તે 95NM ટોર્ક જનરેટ કરે છે. AMT ઉપરાંત, 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પ ચાલુ રાખવામાં આવ્યો છે. આ બંનેમાં ટાટાની ટ્વિન સિલિન્ડર ટેક્નોલોજી ઉપલબ્ધ છે. આમાં, બુટ સ્પેસ સાથે સમાધાન કર્યા વિના સીએનજી સિલિન્ડર ફીટ કરવામાં આવે છે. તેમાં બે નાના CNG સિલિન્ડર છે, જે બૂટમાં લગેજ એરિયાની નીચે ફીટ કરવામાં આવ્યા છે.