Smartphone Battery Tips : સ્માર્ટફોન વગર હવે કોઈ કામ થતુ નથી. ગૃહિણીઓ પણ સ્માર્ટફોનમાં વીડિયો જોઈ રસોઈ બનાવતી થઈ ગઈ છે. પરંતુ સમયની સાથે ફોનની બેટરી માંદી પડવા લાગે છે. મોટાભાગના સ્માર્મટફોનમાં Li-Ion (Lithium Ion) બેટરીનો ઉપયોગ થતો હોય છે. આ બેટરી સામાન્ય રીતે 300 થી 500 ચાર્જ કે ડિસ્ચાર્જ સાયકલની સાથે આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના બાદ બેટરીની લાઈફ ઘટતી જતી હોય છે અને કેપેસિટી પણ ઓછી થતી જાય છે. એટલે કે ફુલ ચાર્જ થયા બાદ બેટરી પૂરી રીતે કામ નથી કરતી. અહી તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમારે મોબાઈલની બેટરી ચાર્જ કરતા સમયે કેટલીક ભૂલો ન કરવી જોઈએ, જે સામાન્ય રીતે લોકો કરતા રહે છે. 


અનેક યુઝર્સ ફોનથી એલર્ટ આવ્યા બાદ જ બેટરી ચાર્જ કરે છે. પરંતુ એવુ ન કરો. બેટરીની એનર્જિ પૂરી થવાની રાહ ન જુઓ. ફોનથી એવર્ટ મળતા પહેલા જ ફોન ચાર્જિંગમાં લગાવી દો. ફોનને એકવાર આખો ચાર્જ થતા પહેલા પાવર પ્લકથી ડિસકનેક્ટ કરી શકાય છે. 


ઓફિશિયલ ચાર્જરનો ઉપયોગ
મોબાઈલ ખરીદતા સમયે આવતા ઓફિશિયલ ચાર્જરનો જ હંમેશા ઉપયોગ કરો. ઓરિજિનલ ચાર્જર ન હોય તો જ કમ્પીટિબલ ચાર્જનો ઉપયોગ કરી શકાય છે. કમ્પીટિબલ ચાર્જર બેટરીને વધુ નુકસાન કરે છે. 


આ પણ વાંચો : 


શાહરૂખે સાબિત કર્યુ કે તે છે અસલી બાદશાહ, બહુચર્ચિત અંજલિ કેસમાં પરિવારને કરી મદદ


પુરુષ કર્મચારીઓને થઈ રજાની લ્હાણી, પિતા બનવા જઈ રહ્યા છો તો મળશે ખાસ રજા


સોકેટથી ચાર્જર હટાવી દો
બેટરી ફુલ થયા બાદ નવા સ્માર્ટફોન ચાર્જ થવાના બંધ થઈ જાય છે. તેનો મતબલ એ નથી કે, ચાર્જર પણ કામ કરવાનુ બંધ કરી દે. ચાર્જ કરતા સમયે મોબાઈલનો ફોનનો ઉપયોગ ન કરો. તેનાથી બેટરી જલ્દી ચાર્જ નથી થતી. ડિવાઈસ સેલ પર પણ અસર પડે છે.


બેટરી ચાર્જ સમયે ફોનનો ઉપયોગ ન કરો 
મોબાઈલ ફોન ચાર્જ કરતા સમયે ફોનનો ઉપયોગ ટાળો. ખાસ કરીને ગેમ રમવાની, વીડિયો જોવાની ભૂલ ન કરો. તેનાથી બેટરીની કેપેસિટી પર અસર થાય છે. 


બેટરી ડેમેજ થશે
ટેમ્પરેચરથી બેટરી ડેમેજ થાય છે. હાઈ ટેમ્પરેચર પર બેટરીથી વધુ સ્ટ્રેસ પડે છે. તેનાથી કેપેસિટી ઓછી થાય છે. તેથી બેટરીને વધુ ગર્મ થતા રૂમમાં રાખીને ચાર્જ ન કરો. 


આ પણ વાંચો : પથારીમાં પણ હાથ-પગ બરફની જેમ ઠંડા પડે છે તો અપનાવો આ ટ્રિક, જરાપણ ઠંડી નહિ લાગે