રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે બુધવારે કંપનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન્સ 15થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગૂ થશે. અત્રે જણાવવાનું કે જિયોને પગલે હવે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 પ્રીપેઈડ અને 2 પોસ્ટપેઈડ પ્લાનના ભાવ વધશે
જિયોએ પોતાના સૌથી સસ્તા 155 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે 189 રૂપિયા કરી દીધી છે. જે 22 ટકા વધારો છે. ચોંકાવનારી વાત એ છે કે આ વધારાની જાહેરાત જિયોએ ભારતી એરટેલ પહેલા જ  કરી લીધી. રિલાયન્સ જિયોએ પોતાના 19 પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ પ્લાન્સના ભાવમાં વધારો કર્યો છે. જેમાંથી 17 પ્રીપેઈડ અને 2 પોસ્ટપેઈડ પ્લાન છે. 


[[{"fid":"566254","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જિયોના 209 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાનની કિંમત હવે 249 રૂપિયા થઈ ગઈ છે. તેની માન્યતા 28 દિવસની રહેશે. 239 રૂપિયાવાળો પ્લાન હવે 299 રૂપિયા થઈ ગયો છે. તેની પણ માન્યતા 28 દિવસ રહેશે. જ્યારે 299 રૂપિયાવાળો પ્લાન હવે મોંઘો થઈને 349 રૂપિયાનો થઈ ગયો છે. 349, 399, અને 479 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે ક્રમશ: 399 રૂપિયા, 449 રૂપિયા અને 579 રૂપિયા થઈ ગઈ છે. 



જિયોના પોસ્ટપેઈડ પ્લાન્સના  ભાવ આટલા વધ્યા
જિયોએ પોસ્ટપેઈડ પ્લાન પણ મોંઘા કર્યા છે. 30જીબી ડેટા આપનારા 299 રૂપિયાના પ્લાનની કિમત હવે 349 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 75જીબી ડેટા આપતો 399 રૂપિયા પ્લાન હવે 449 રૂપિયાનો થયો છે.