સ્ટોક ખતમ કરવા માટે કંપનીઓ સસ્તામાં વેચી રહી છે બાઇક અને સ્કૂટર
કંપની દ્વારા 6000 રૂપિયા કયા મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ અંગે જાણકારી આપવામાં આવી નથી. કિંમતમાં ઘટાડાની જાહેરાત કંપનીઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ કરી છે.
નવી દિલ્હી: જો તમે પણ ફેસ્ટિવલ સીઝનમાં ટૂ-વ્હીલર લેવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ પોતાની બાઇક રેંજની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં લઇને ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની દ્વારા બાઇક ખરીદતાં 5 ફ્રી સર્વિસ અને 5 વર્ષની વોરન્ટી પણ આપવામાં આવે છે.
સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો
8 ઓક્ટોબર સુધી વેલિડ છે ઓફર
આ ઓફર જીરો પ્રોસેસિંગ ફી સાથે 8 ઓક્ટોબર 2019 સુધી માન્ય છે. કંપનીની આ ઓફર એન્ટ્રી લેવલ બાઇક સીટી 110 (CT110), પ્લેટિના, પલ્સર 150, પ્લસર 220F, ડોમિનાર 400 અને એવિંજરના બધા મોડલ પર ઉપલબ્ધ છે. CT110 પર કેશ ડિસ્કાઉન્ટની સાથે 3200 રૂપિયાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. ડોમિનાર પર 7200 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. બજાજની બેસ્ટ સેલિંગ બાઇક પલ્સર 150 પર 4200 રૂપિયા ડિસ્કાઉન્ત ઓફર કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પલ્સર 220 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.
ખુશખબર! ઈપીએફ પર 8.65% વ્યાજદરને મળી મંજૂરી, 6 કરોડ લોકોને થશે ફાયદો
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી પડી અસર!
કંપની દ્વારા 6000 રૂપિયા કયા મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ અંગે જાણકારી આપવામાં આવી નથી. કિંમતમાં ઘટાડાની જાહેરાત કંપનીઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ કરી છે. જાણકારોને આશા છે કે સરકારના આ નિર્ણય બાદ બજાજને દર ત્રિમાસિક 120 કરોડ રૂપિયાની બચત થશે. જોકે કંપની દ્વારા આવું કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી, જેથી એ સ્પષ્ટ થઇ શકે છે કે કિંમતમાં ઘટાડો સરકારના નિર્ણય બાદ કરવામાં આવી રહ્યો છે.
તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
31 માર્ચથી બીએસ-6 ઇમીશન નોર્મ લાગૂ થશે
બીજી તરફ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું રહ્યું છે કે કંપની પાસે બીએસ-4 (BS-IV) ઇમીશન નોર્મ્સવાળા વાહનોનો સ્ટોક છે. આ સ્ટોકને ખત કરવા માટે ટૂ-વ્હીલર કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 31 માર્ચ 2020થી બીએસ-6 (BS-VI) ઇમીશન નોર્મ્સ લાગૂ થઇ જશે. એવામાં BS-IV વાહનોનો સ્ટોક ક્લીયર કરવાની જરૂરિયાત છે. બજાજ ઓટો બાદ હીરો દ્વારા પણ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવાની આશા છે.
100 MP કેમેરા સાથે Xiaomiનો ફોન Mi MIX Alpha આજે થશે લોન્ચ, જાણો ફીચર્સ
પિયાગોની ઓફર
ઇટાલિયન બાઇક બ્રાંડ પિયાગો દ્વારા વેસ્પા અને અપ્રેલિયા ટૂ-વ્હીલર પર 10 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કંપની દ્વારા પાંચ વર્ષની વોરન્ટી અને ઇન્શ્યોરન્સ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. અપ્રેલિયાના બજારમાં SR 125, SR 150 અને SR 150 મોડલ છે. આ પહેલાં કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી પણ પોતાની અલગ-અલગ કારોની કિંમતમાં 5000 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી છે.