સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો

મારૂતિ સુઝુકીએ પોતાની કારોના જે મોડલ્સના ભાવ ઘટાડ્યા છે, તેમાં અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેજા અને એસ-ક્રોસનો સમાવેશ થાય છે.

સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો

નવી દિલ્હી: જો તમે ફેસ્ટિવલ સીઝનમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ પોતાની કેટલીક કારોના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મારૂતિ દ્વારા કારોની કિંમતમાં 5 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવી કિંમત મારૂતિ (Maruti) દ્વારા 25 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવી છે. 

કયા મોડલ્સ પર ઓછી થઇ કીંમત
મારૂતિ સુઝુકીએ પોતાની કારોના જે મોડલ્સના ભાવ ઘટાડ્યા છે, તેમાં અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેજા અને એસ-ક્રોસનો સમાવેશ થાય છે. આ મોડલ્સ ઉપરાંત કંપની બીજા કારો અને ડિઝાઇયર, સ્વિફ્ટ અને બલેનોના પેટ્રોલ મોડલ્સની કિંમતમાં કોઇ ઘટાડો કર્યો નથી. મારૂતિએ કાર ખરીદનારને કોર્પોરેટ ટેક્સમાં થયેલા ઘટાડાનો ફાયદો આપ્યો છે. કોર્પોરેટ ટેક્સમાં થયેલા ઘટાડા બાદ કંપની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. 

પ્રમોશન ઓફરથી અલગ ઘટાડો
મારૂતિ સુઝીકીના અનુસાર કિંમતોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, તે કંપની ડીલરશિપ પર મળી રહેલા પ્રમોશનલ ઓફર્સથી બિલકુલ અલગ છે. કંપનીના અનુસાર ભાવ ઘટવાથી કંઝ્યૂમર સેંટિમેન્ટ મજબૂત થશે. સાથે જ ફેસ્ટિવલ સીઝનમાં તેનાથી ડિમાન્ડ વધવાની આશા છે. કંપનીનું કહેવું છે કે એંટ્રી લેવલ કસ્ટમર્સને પ્રાઇસ કટનો ફાયદો મળશે. માર્ક્રેટ ફરી ડિમાન્ડ વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news