Bajaj CNG Bike Spied: બજાજ ઓટો પોતાની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ બાઇક ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. તાજેતરમાં આ બાઇક ફરી જોવા મળી છે, જેની તસવીરો પણ સામે આવી છે. નવી સ્પાઈ તસવીરોથી ખ્યાલ આવે છે કે તેમાં સીએનજી સિલિન્ડરને સીટની નીચે હોરિઝોન્ટલી ફિટ કરવામાં આવશે. તેની સીટ ખુબ લાંબી અને ફ્લેટ છે. બાઇકના ફ્યૂલ ટેન્ક પર મોટો પેનલ ગેપ છે, જે સીએનજી સિલિન્ડરના વાલ્વને ખોલવા માટે હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ પ્રમાણે બાઇક મોટા એન્જિનની સાથે આવી શકે છે. આવું એટલા માટે કારણ કે પેટ્રોલની તુલનામાં સીએનજી ઓછો પાવર જનરેટ કરે છે. બાઇકમાં નાનો પેટ્રોલ ટેન્ક પણ હોઈ શકે છે, જેનો ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકાશે. તેની લેફ્ટ સાઇડવાળા સ્વિચગિયર પર બ્લુ સ્વિચ આપવામાં આવી છે, જે લગભગ ફ્યૂલ મોડ બદલવા માટે હોઈ શકે છે. 


બાઇકમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ પણ હોઈ શકે છે, જે એલસીડી હોવાની આશા છે. સ્પાઈ શોટ્સ અનુસાર બાઇકમાં બ્રેસ્ડ હેન્ડલબાર છે, જેના પર નકલ ગાર્ડ્સ પણ છે. બાઇકમાં મિડ-સેટ ફુટપેગ્સ નજર આવ્યા, જેનાથી આરામદાયક રાઇડિંગ પોસ્ચર મળી શકે છે. તેમાં હીલ-એન્ડ-ટો ગિયર શિફ્ટર, ટેલિસ્કોપિક ફોર્ક અને રિયર મોનોશોક છે. 


આ પણ વાંચોઃ Jio: 336 દિવસ સુધી 540GB ડેટા, અનલિમિટેડ 5G, કોલિંગ સહિત OTT સબ્સક્રિપ્શન


લાગે છે કે બાઇકમાં આગળ ડિસ્ક છે અને પીછળમાં ડ્રમ બ્રેક છે. તેમાં અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ, ફ્રંટમાં લેગ ગાર્ડ અને રિયરમાં સાડી ગાર્ડ છે. કિંમતની વાત કરીએ તો નવી બજાજ સીએનજી બાઇકની અંદાજિત કિંમત 80000 રૂપિયા (એક્સ-શોરૂમ) ની આસપાસ હોઈ શકે છે. 


પરંતુ કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર લોન્ચિંગ ડેટ કે અન્ય જાણકારી આપી નથી. આ સાથે ઉપર આપવામાં આવેલી જાણકારી તેના ટેસ્ટે મ્યૂલની સ્પાઈ તસવીરો પર આધારિત છે. ફાઈનલ પ્રોડક્શન મોડલમાં ફેરફાર પણ સંભવ છે.