બટન દબાવતા જ CNG પર શિફ્ટ થઈ જશે બજાજની નવી બાઇક, માઇલેજ મળશે `છપ્પર ફાડ`
Bajaj CNG Bike: બજાજની સીએનજી બાઇક ભારતની પ્રથમ સીએનજી મોટરસાઇકલ હશે, તે સ્પેન્ડર પ્લસ અને હોન્ડા શાઇન 100 જેવી પોપુલર આઈસીઈ કમ્યૂટર બાઇકને પડકાર આપશે. તમે લેવા માગો છો તો થોડી રાહ જોઈ લો...
Bajaj CNG Bike Launch Soon: દેશભરમાં કારોમાં સીએનજીનો ઉપયોગ 2010થી કરવામાં આવી રહ્યો છે પરંતુ ટૂ-વ્હીલર્સ માટે તેનો ખુબ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં કેટલાક સ્કૂટર્સમાં આરટીઓ-અપ્રૂવ્ડ સીએનજી કન્વર્ઝન કિટ્સ જોવા મળી પરંતુ કોઈ કંપનીએ હજુ સુધી ફેક્ટરી ફિટેડ સીએનજી કિટવાળી કોઈ બાઇક બનાવી નથી. હવે જલ્દી બજાજ ભારતની પ્રથમ સીએનજી મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
શું-શું મળવાની આશા?
શાનદાર માઇલેજઃ એન્ટ્રી લેવલ કમ્યુટર બાઇક સેગમેન્ટમાં બજાજ અત્યારે પ્લેટિના અને સીટી બાઇક વેચે છે. તેમાં પ્લેટિના વધુ માઇલેજ આપે છે, જે ARAI અનુસાર 70kmpl સુધી છે. આશા છે કે આવનારી સીએનજી બાઇકની માઇલેજ તેનાથી વધુ હશે. બની શકે કે તે પોતાની કેટેગરીમાં સૌથી વધુ માઇલેજ આપનારી બાઇક બની જાય.
વર્તમાન એન્જિનનો ઉપયોગઃ બજાજ પોતાની નવી સીએનજી બાઇકમાં વર્તમાન 110cc એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે પ્લેટિના 110cc અને સીટી 110X માં પણ આવે છે. પેટ્રોલ પર આ એન્જિન 8.6PS પાવર અને 9.81Nm ટોર્ક આપે છે. એન્જિનની સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આવે છે.
આ પણ વાંચોઃ સૌથી સસ્તી ડીઝલ કાર, માઇલેજ 20km થી વધુ, સેફ્ટી રેટિંગ 5 સ્ટાર
આ સિવાય બજાજ સીએનજી બાઇકમાં 125cc ના એન્જિનનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જે સીટી 125Xમાં મળે છે. હકીકતમાં પેટ્રોલના મુકાબલે સીએનજી ઓછો પાવર આપે છે. તેવામાં પરફોર્મંસ માટે મોટુ એન્જિન આપવા પર વિચાર થઈ સકે છે. જે પણ એન્જિન આપવામાં આવે, તેમાં કેટલાક ફેરફાર સંભવ છે.
બાઈ-ફ્યૂલ સેટઅપ- આશા છે કે બજાજની આવનારી સીએનજી બાઇકમાં બાઈ-ફ્યૂલ સેટઅપ હશે. તેના માટે સ્વિચ આપી શકાય છે, જેની મદદથી તમે સીએનજીથી પેટ્રોલ અને પેટ્રોલથી સીએનજી પર શિફ્ટ કરી શકો. સીએનજી ટેન્ક સીટની નીચે હોઈ શક છે, જ્યારે પેટ્રોલ ટેન્ક ત્યાં હશે, જ્યાં મળે છે.
કિંમત અને લોન્ચ
બજાજની સીએનજી મોટરસાઇકલ ચલાવવામાં ભલે સત્તી હોય પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત વર્તમાન પ્લેટિના 110cc થી વધુ હોઈ શકે છે. બજાજ પોતાની સીએનજી બાઇકને આશરે 80000 રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી શકે છે. આશા છે કે તેને જૂન 2024 સુધી લોન્ચ થઈ શકે છે.