દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, કિંમત, માઈલેજ જાણીને દંગ રહેશો
Bajaj First CNG Bike Freedom 125 Launched in India: બજાજે આજે દુનિયાની પહેલી CNG બાઈક લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને ફ્રીડમ 125 CNG નામ આપ્યું છે. કંપનીએ તેને પોતાના પુણેના ચાકન પ્લાન્ટમાં લોન્ચ કરી. આ અવસરે કેન્દ્રીય રોડ પરિવરન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. તે દેશની સાથે દુનિયાની સૌથી વધુ માઈલેજ આપતી બાઈક પણ છે.
બજાજે આજે દુનિયાની પહેલી CNG બાઈક લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને ફ્રીડમ 125 CNG નામ આપ્યું છે. કંપનીએ તેને પોતાના પુણેના ચાકન પ્લાન્ટમાં લોન્ચ કરી. આ અવસરે કેન્દ્રીય રોડ પરિવરન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. તે દેશની સાથે દુનિયાની સૌથી વધુ માઈલેજ આપતી બાઈક પણ છે. કંપનીએ તેમાં હાઈબ્રિડ CNG ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. રેન્જની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ બાઈક 330 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. 8000 RPM પર આ બાઈક 9.5 પીએસના મેક્સિમમ પાવર અને 6000 RPM પર 9.7 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.
ફીચર્સ
બાઈકમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા એ છે. કંપનીએ ત્રણ વેરિએન્ટમાં તેને લોન્ચ કરી છે અને કિંમત માત્ર 95,000 રૂપિયાથી શરૂ થાય છે. ખાસ વાત એ છે કે બાઈકમાં સીએનજી અને પેટ્રોલ માટે એક જ સ્વીચ આપવામાં આવી છે. એટલે કે પેટ્રોલથી સીએનજીમાં શિફ્ટ કરવા કે સીએનજીથી પેટ્રોલમાં શિફ્ટ કરવા માટે બાઈકને રોકવી પડશે નહીં. આ ઉપરાંત બાઈકમાં બીજા પણ અનેક ફીચર્સ છે.
આ બાઈક વિશે વાત કરીએ તો તેમાં લાંબી સીટ મળે છે. જેમાં 2 લોકો તો આરામથી બેસી શકે. તેમાં મજબૂત રોબસ ટ્રેલેસ ફ્રેમ આપવામાં આવી છે. બાઈકમાં LED હેડલેમ્પની સાથે ડ્યુઅલ કલર ગ્રાફિક્સ મળે છે. જેનાથી તે જોવામાં ખુબ જ એટ્રેક્ટિવ બની જાય છે. આ બાઈકમાં CNG સિલિન્ડરને સીટની નીચે ફિટ કરાયું છે. આ CNG સિલિન્ડરને એ રીતે ફિટ કરાયું છે કે તે બિલકુલ દેખાતું નથી. તેમાં 2કીલોનું સીએનજી સિલિન્ડર અને 2 લીટરની પેટ્રોલ ટેંક આપવામાં આવી છે. આ બાઈકના 11 સેફ્ટી ટેસ્ટ કરાયા છે.
વેરિએન્ટ અને કલર
આ બાઈકને 3 વેરિએન્ટમાં લોન્ચ કરાઈ છે. જેમાં NGO4 ડિસ્ક LED, NGO4 ડ્રમ LED અને NGO4 ડ્રમ સામેલ છે. તેના NGO4 ડિસ્ક LEDની એક્સ શોરૂમ કિંમત 1.10 લાખ રૂપિયા, NGO4 ડ્રમ LEDની એક્સ શોરૂમ કિંમત 1.05 લાખ રૂપિયા અને NGO4 ડ્રમની એક્સ શોરૂમ કિંમત 95 હજાર રૂપિયા છે.
કંપનીએ તેને 7 કલરમાં લોન્ચ કરી છે. લોન્ચિંગની સાથે તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. તેને ઓનલાઈન કે પછી કંપનીના ડીલર પાસે જઈને પણ બુક કરી શકાય છે. સૌથી પહેલા તેની ડિલિવરી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થશે. જ્યારે આગામી ક્વાર્ટરથી દેશભરમાં મળશે. રાજીવ બજાજે કહ્યું કે આ બાઈક લોકોને વધુ ખર્ચથી મુક્તિ અપાવશે. આ બાઈક દેશને પ્રદૂષણથી આઝાદ કરશે. તેમણે કહ્યું કે પોતાની 34 વર્ષની કરિયરમાં 100 વાહન લોન્ચ કર્યા છે, આ તેમના માટે સૌથી ખાસ છે.
માઈલેજ
દુનિયાની પહેલી સીએનજી બાઈક Bajaj Freedom માં કંપનીએ 125 સીસીની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. કંપનીએ 2 લીટરની પેટ્રોલ ફ્યૂલ ટેંક અને 2 કિગ્રાની ક્ષમતાવાળી સીએનજી ટેંક આપી છે. કંપનીનો દાવો છે કે આ બાઈક ફૂલ ટેંક (પેટ્રોલ અને સીએનજી)માં 330 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. માઈલેજની વાત કરીએ તો આ બાઈક એક કિલોગ્રામ સીએનજીમાં 102 કિમી અને એક લીટર પેટ્રોલમાં 67 કિમીની માઈલેજ આપે છે એવો કંપનીનો દાવો છે.