નવી દિલ્હી: દેશની જાણિતા ટુ-વ્હિલર નિર્માતા બજાજ ઓટો (Bajaj Auto)એ તાજેતરમાં જ પોતાની નવી મોટરસાઇકલ Platina 100 Kick Startને લોન્ચ કરી છે. તેની એક્સ-શો રૂમ કિંમત 51,667 રૂપિયા રાખવામાં આવી છે. પ્લેટિના 100કેએસ (Platina 100KS)માં કંપનીએ ઘણા નવા ફીચર્સ અને તેને અપગ્રેડ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિઝાઇના મામલે પ્લેટિના કિક સ્ટાર્ટ પોતાના ઇલેક્ટ્રિક સ્ટાર્ટ મોડલની માફક છે પરંતુ તેમાં કંપનીએ કેટલાક વધારાના ફીચર્સ ઉમેર્યા છે. આ નવી મોટરસાઇકલની મેન હેડલેમ્પ પર એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યું છે, તેમાં પ્રોટેક્ટિવ ટેંક પેડ, નવા ઇંડીકેટર્સ અને મિરર સાથે જ એકદમ આરામદાયક પહોળા રબર ફૂટપેગ્સ આપવામાં આવ્યા છે. 

શું તમે હાઈપાવર બાઈકના શોખીન છો ? તો એકવાર નજર કરો આ BIKES પર


પ્લેટિના 100 કેએસમાં હેન્ડ ગાર્ડનો એક નવો સેટ આપવામાં આવ્યો છે, જે બાઇક પર સવરે કરનાર બાળકોની રક્ષા કરે છે. આ ઉપરાંત, પ્લેટિના કિક સ્ટાર્ટમાં નવા સ્પ્રિંગ-ઓન-સ્પ્રિંગ નાઇટ્રોક્સ સસ્પેંશન આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેનાથી લાંબા અંતરની મુસાફરીમાં 15 ટકાનો વધારો થશે. તેનાથી વધુ સુવિધા માટે ગાદીવાળી સીટ અને ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે.


Gold Price Today, 17 December 2020: સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદી પણ ચમકી


પ્લેટિના 100 કિક સ્ટાર્ટમાં 102 સીસી સિંગલ સિલિન્ડર એન્જીન લાગેલું છે. આ 7500 આરપીએમ પર 7.9 પીએસનો પાવર અને 5500 આરપીઈમ પર 8.3 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલ 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. 


બજાજ ઓટોના માર્કેટિંગ પ્રમુખ નારાયણ સુંદરરમણે કહ્યું કે બ્રાંડ પ્લેટિનાએ પોતાની બેજોડ આરામદાયકતા સાથે સેગમેંટની સારી ઉપસ્થિતિ નોંધાવી છે અને આ સૌથી વધુ વેચાનાર મોટરસાઇકલ બની છે. ગત 15 વર્ષોમાં કંપનીએ પ્લેટિના રેંજની 72 લાખ મોટરસાઇકલનું વેચાણ કર્યું છે. નવી પ્લેટિના 100કેએસ પ્લેટિના રેંજ પરિવારમાં એક નવો સભ્ય છે, જે એવા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરશે જે બેજોડ આરામ, સારા ફિચર્સ અને સારી માઇલેજ ઇચ્છે છે. નવી બજાર પ્લેટિના 100 કેએસ આખા દેશભરમાં તમામ ડીલરશિપ પર ઉપલબ્ધ છે અને આ બે કલર ઓપ્શનમાં કોકટેલ વાઇન રેડ અને સિલ્વર ડેકલ્સ સાથે એબોની બ્લેકમાં ઉપલબ્ધ છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube